બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 20 જૂન 2016 (15:52 IST)

અનેક બીમારીઓમાં ઉપયોગી છે આ નાનકડું ફળ

સફરજન ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારે હોય છે. અંગ્રેજીમાં કહેવામાં આવ્યુ છે કે 'એન એપલ એ ડે કીપ્સ ધ ડોક્ટર અવે' મતલબ એક સફરજ રોજ ખાવ અને ડોક્ટરને દૂર ભગાવો. સફરજન પૌષ્ટિક તત્વોથી ભરેલુ છે. જે મગર સાથે સંબંધિત બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.  સફરજન શરીરમાં ગ્લુકોઝની માત્રાને સામાન્ય કરે છે. આવો જાણીએ સફરજન ખાવાના લાભ વિશે અને જાણો કેવી રીતે આ  જાદુઈ ફળ આપણને સ્વસ્થ રાખે છે. 
 
1. કેન્સર - સફરજનમાં એંટી ઓક્સીડેંટ જોવા મળે છે. જે આપણા શરીરમાં વિવિધ પ્રકારના કેંસરને વધતા રોકે છે. 
 
2. દિલની બીમારી - સફરજનમાં જોવા મળતુ ફાઈબર દિલના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી હોય છે. 
 
3. વાળનું સ્વાસ્થ્ય - સફરજનમાં પુષ્કળ મિનરલ્સ હોય છે જે ત્વચા, નખ અને વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. તેથી રોજ સફરજનનું સેવન કરવુ જોઈએ. 

4. તેજ મગજ - રોજ સફરજન ખાવાથી મગજ શાર્પ થાય છે. અભ્યાસ કરતા બાળકોએ સફરજન ચોક્કસ ખાવુ જોઈએ. 
 
5. કોલેસ્ટ્રોલ - સફરજનમાં વધુ પ્રમાણમાં એંટે ઓક્સીડેંટ જોવા મળે છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
6. ફેફસા - સફરજન આપણા શરીરના ફેફસા માટે પણ લાભકારી હોય છે. 
 
7. પાચન પ્રણાલી - સફરજન આપણા શરીરમાં એવા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે જે આપણી પાચન પ્રણાલીને વધારે છે અને ખાવાની શક્તિને ઝડપી બનાવે છે. 
 
8. કિડની અને લીવર - રોજ સફરજનનું જ્યુસ પીવાથી શરીરના બધા હાનિકારક તત્વ બહાર નીકળી જાય છે. જેનાથી આપણી કિડની અને લીવરની બીમારીઓ ઠીક થઈ શકે છે. 
 
9. ગઠિયા અને સાંધાનો દુ:ખાવો - સફરજનનુ જ્યુસ વધુ વયના લોકો માટે લાભકારક હોય છે કારણ કે આ ગઠિયા અને સાંધાનો દુ:ખાવો ઓછો કરવામાં મદદ કરે છે.