મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (11:31 IST)

શુ તમે જાણો છો કે મગફળીમાં કેટલા વિટામિન છે ?

મગફળી આમ તો ફક્ત સીઝનલ નટ્સના રૂપમાં ઓળખાય છે.  પણ તેમા અનેક વિટામિન હોવા ઉપરાંત આ આરોગ્ય માટે પણ અનેક રીતે લાભકારી હોય છે.   મગફળીમાં પ્રોટીન, ફોસ્ફરસ, થાયમિન જેવા અનેક પોષક તત્વો જોવા મળે છે. જે આપણા શરીરની કોશિકાઓને રિપેયર કરે છે. 
 
- ગોળ અને દૂધ સાથે તાજી સેકેલી મગફળી વધતી વયના બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ લાભકારી હોય છે.  તેનાથી દરેક પ્રકારના સંક્રમણથી બચા થાય છે. 
 
- મગફળીમાં 13 જુદા જુદા પ્રકારણા વિટામિન જોવા મળે છે. સાથે જ કેલ્શિયમ અને આયરન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ મગફળીમાં જોવા મળનારા ઝિંક આપણા મગજને ઝડપી બનાવે છે. 
 
- માસિક ધર્મ દરમિયાન જરૂર કરતા વધુ બ્લીડિંગ થતા મગફળી ખાવુ ખૂબ લાભકારી હોય છે. 
 
- તેમાં ફાયબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે આપણી પાચન પ્રક્રિયાને ઠીક રાખે છે. મગફળીના નિયમિત સેવનથી કોલોન કેંસરનો ખતરો ઓછો થાય છે અને સાથે જ સ્ટોન થવાનુ સંકટ પણ ઓછુ થાય છે. 
 
- કેટલાક લોકોને મગફળીથી એલર્જી હોય છે. આવા લોકોએ મગફળીનુ સેવન ન કરવુ જોઈએ.