ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 26 નવેમ્બર 2016 (14:55 IST)

અફીણના બીજના ફાયદા

અફીણની ખેતી અનેક વર્ષોથી કરવામાં આવી રહી છે. તેમા અનેક લાભકારી તત્વ હોય છે. આ વાર્ષિક રૂપથી ઉગનારો છોડ છે. જેની દંડી પર સફેદ અને ભૂરા ફુલ ઉગે છે. ફૂલ ઉગ્યા પછી તેના ફળને સૂકવા માટે મુકવામાં આવે છે જેથી પછી બીજ કાઢી શકાય.  આ અફીણના છોડમાંથી અનેક નશીલા પદાર્થ તૈયાર કરવામાં આવે છે. જેવા કે અફીણ, હેરોઈન, મોરફાઈન અને કોરડીન વગેરે. નાની કિડની જેવા દેખાનારા આ દેખાવમાં કુરકુરા હોય છે અને સૂકા મેવા જેવા ફ્લેવરના હોય છે અને આકર્ષક દેખાય છે.  
 
અફીણની સંખ્યા મુજબ બીજ કાળા, ભૂરા સ્લેટિયા કે સફેદ હોય છે. આ બેકરી ઉત્પાદોમાં ઉપયોગમાં લેવાય છે અને ખાસ કરીને  ભારતીય અને યૂરોપીયન વ્યંજનોમાં થિકનિંગ એજંટના રૂપમાં કામ લેવામાં આવે છે. આ અફીણના બીજ બ્રેડ, રોલ, કેક, બિસ્કિટ, ડ્રેસિંગ, સલાદ અને શાકભાજીવાળી ડિશોમાં કામમાં આવે છે. અફીણના બીજોના અનેક ફાયદા હોય છે. અફીણના બીજમાં 44થી 50 ટાક સુધી તેલ હોય છે.  તેને દબાવીને તેલ કાઢવામાં આવે છે. આ ઑયલ મુખ્યરીતે લિનોલિક અને ઓલિક ફૈટી એસિડ હોય છે. અફીણના બીજ વાળ માટે ખૂબ લાભકારી છે. આ વાળને ખરતા, બે મોઢાના વાળ, ડેંડ્રફ અને વાળની અનેક બીમારીઓમાં મદદરૂપ છે. તેને અન્ય સામગ્રી સાથે વાળમાં લગાવી શકાય છે.  કારણ કે તેમા મિનરલ્સ અને અસંત્રપ્ત ફૈટી એસિડની અધિકતા હોય છે.  ફક્ત વાળ માટે જ નહી આ ત્વચા માટે પણ લાભકારી છે. આ એક શાનદાર મોશ્ચુરાઈઝર છે. આ ખંજવાળ અને બળતરા સંવેદનામાં આરામ આપે છે. 
 
આ સ્ક્રબ માટે સારી વસ્તુ છે. અફીણના બીજ એક્ઝિમાના સારવારમાં પણ કારગર છે. જો તમને ઊંઘ નથી આવતી તો આ તમને સૂવામાં મદદ કરશે.  તેને તમે તમારા ખોરાકમાં સામેલ કરો અને તમારી નસોને આરામ કરવા દો અને આરામથી સૂઈ જાવ.