શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: લંડન. , ગુરુવાર, 23 જુલાઈ 2015 (12:19 IST)

રોજ ત્રણ કપ કોપી પીવાથી હાર્ટએટેકનું સંકટ ઘટે છે

રોજ ત્રણ-પાચ કપ કોફી પીવાથી હ્રદયરોગ (સીવીડી)થી મરવાનું સંકટ 21 ટકા સુધી ઓછુ થઈ જાય છે. આ વાત એક નવા અભ્યાસમાં કહેવામાં આવી છે. પુર્તગાલના ફૈકલ્ડેડ ડી મેડિસીન ડા યૂનીવર્સિડેડ ડી લિસ્બોઆના પ્રોફેસર ડોટર એંટેનિયો વાજ કરાનીરોએ કહ્યુ, એવી વાતોની ઓળખ કરવી જરૂરી છે જે હ્રદય રોગથી મરવાની શક્યતા ઓછી કરે છે. થોડી માત્રામાં કોફી પીવાથી આ લાભ મેળવી શકાય છે.  આનાથી પૂર્ણ યૂરોપમાં સ્વાસ્થ્ય સેવા પર થનારો ખર્ચ ઓછો કરી શકાય છે. 
 
ઈંસ્ટીટ્યુટ ફોર સાયંટિફિક ઈંફોર્મેશન ઑન કોફી દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં બતાવ્યુ છે કે કેવી રીતે જીવનશૈલીમાં પરિવર્તન લાવવાથી હ્રદયરોગથી મરવાનુ જોખમ ઓછુ કરી શકાય છે. અભ્યાસ મુજબ દિવસમાં ત્રણ વાર કોફી પીવાથી જોખમને 21 ટકા ઘટાડી શકાય છે. ત્રણથી પાંચ કપ કોફી પીવાથી ટાઈપ-2 ડાયાબીટિસનુ જોખમ લગભગ 25 ટકા ઓછુ થાય છે. જેમને ડાયાબીટીશ છે તેમના  હ્રદય રોગથી મરવાની શક્યતા વધી જાય છે. 
 
રિપોર્ટ મુજબ જીવનશૈલીમાં પરિવર્તન કરવાથી સ્ત્રીઓમાં હ્રદયરોગના મામલા 50 ટકા સુધી ઘટાડી શકાય છે. કારણ કે લગભગ 73 ટકા કોરોનરી હ્રદય રોગ (સીએચડી) અને 46 ટકા ક્લિનિકલ સીવીડીનુ કારણ ખરાબ જીવન શૈલી છે.