શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2016 (16:06 IST)

ગરમીમાં ન પીવો પેપ્સી કે કોલા, કરી દેશે શરીરને 'શંટ'

ગરમીમા રાહત મેળવવા માટે કોલ્ડડ્રિંકને મોટાભાગે લોકો સૌથી સારુ ઓપ્શન માને છે. પણ હકીકતમાં પાણીથી સારુ ડ્રિંક બીજુ કોઈ નથી. ઉલ્લેખનીય છે કે પેય પદાર્થો ફક્ત સ્વાદમાં જ સારા હોય છે. શરીરને આ ફાયદો નહી પણ  નુકશાન પહોંચાડે છે.  આ ડ્રિંક્સ તરસ નથી છિપાવતા પણ બીમારીઓને આમંત્રણ આપે છે

કોલ્ડડ્રિંક બની શકે છે મોટી પ્રોબ્લેમ. 
 
બજારમાં મળતા મોટાભાગના કોલા પેય પદાર્થોના વધુ સેવનથી શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય છે. સાથે જ તેનાથી ગેસ અને એસીડીટીન્મી પ્રોબલેમ પણ હોઈ શકે છે. આ ઉપરાંત થોડા રિસર્ચમાં એવુ પણ માનવામાં આવ્યુ છે કે વધુ કોલ્ડ્રિંક્સ પીવાથી યુવતીઓની પ્રજનન ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. 
 
એનર્જી ડ્રિંક્સના નામે બેવકૂફ બનાવાય છે 
 
ઉત્તેજના વધારનારા પીણાં - આજકાલ બજારમાં કેટલા એવા પેય પદાર્થ પણ છે જે યુવા વર્ગમાં ખૂબ વધુ લોકપ્રિય છે. આ બધી એનર્જી ડ્રિંક્સ દાવો કરે છે કે તે તમારા શરીરને ફીટ રાખશે.  પણ હકીકત તો એ છે કોઈપણ રાસાયણિક પદાર્થ આવુ નથી કરી શકતો. આ પદાર્થોનુ સેવન લાંબા સમય સુધી કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. 
 
શુ પીશો તો રહેશો હેલ્દી 
 
- જમતી વખતે સંચળ અને જીરુ નાખીને છાશનુ સેવન કરો. 
- રોજ એક ગ્લાસ લીંબૂ પાણી પીવો 
- કોલ્ડ કૉફી અથવા કોલ્ડ-ટી પણ એક સારો વિકલ્પ છે. પણ વધુ પ્રમાણમાં બંને ન લેશો 
- કેરીની કટ અને નારિયળ પાણી પણ ગરમીમાં તમારુ સ્વાસ્થ્ય સારુ રાખશે.