શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2015 (16:35 IST)

પેટને સ્વસ્થ રાખવામાં લાભકારી છે દહીં-ભાત

લોકોને ફરિયાદ રહે છે કે તેમનુ પેટ સારુ નથી રહેતુ. પેટમાં તકલીફ અનેક બીમારીઓને જન્મ આપે છે. તેથી જરૂરી છે કે પેટને સ્વસ્થ રાખો. પેટનુ સ્વાસ્થ્ય એ વાત પર નિર્ભર કરે છે કે તમે ભોજનમાં શુ લો છો. પેટ જો ખરાબ થઈ જાય તો તેને ઠીક કરવા માટે દહી અને ચોખાનુ સેવન લાભકારી માનવામાં આવે છે. 
 
જેમનુ પેટ સારુ નથી રહેતુ તેમણે દહી ભાત ખાવા જોઈએ. આ ઉપરાંત બાળકો માટે પણ ભાત સારા રહે છે. સફેદ ચોખા ડાયાબિટીઝના રોગીઓએ ન ખાવા જોઈએ. ક્યારેય ચોખાને પ્રેશર કુકરમાં ન બનાવો નહી તો સ્ટાર્ચની માત્રા તેની અંદર જ રહી જશે. ભાત એવા વાસણમાં બનાવો જેનાથી તેમા રહેલ સ્ટાર્ચ  વરાળ મારફતે બહાર નીકળી જાય છે. 
 
પૉલિશ વગરના બ્રાઉન રાઈસ આરોગ્ય માટે સારા હોય છે. 
 
ગરમીમા ખાવા પીવામાં બેદરકારીને કારણે મોટાભાગે પેટનો દુખાવો રહે છે. ગરમીમા આપણે આપણી ખોરાક પર ધ્યાન આપીએ છતા કોઈને કોઈ કમી રહી જાય છે.  ગરમીમા વધુ મસાલેદાર ભોજનથી પેટમાં બળતરા થાય છે. પણ જો મસાલેદાર ભોજન લીધા પછી દહી ભાત ખાવામાં આવે તો પેટ ખરાબ નથી થતુ.  બાળકોને પણ બહારનુ ખાવાથી પેટમાં તકલીફ થાય છે. તેમને દહી ભાત ખવડાવવાથી ફાયદો થશે.