હાઈ બીપીવાળા ડાયેટમાં કરે આ પરિવર્તન થશે ફાયદો

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (07:50 IST)

Widgets Magazine

હાઈ બીપી સૌથી બેકાર બીમારી છે. પણ સ્વાસ્થ્ય એક્સપર્ટનુ કહેવુ છે કે દુર્ભાગ્યવશ એવા લોકોની સંખ્યા દેશ વિદેશમાં  વધી રહી છે. જેમને હાઈબીપી છે. અને તેને નિયંત્રણમાં લાવવાનો સૌથી સરળ ઉપાય છે નિયમિત ખાન પાન જે યોગ્ય હોય. હાઈ બીપીમાં દિલ જે સ્પીડમાં લોહી છોડે છે તે વધી જાય છે. જો સમય પર આનો ઉપાય ન કરવામાં આવે તો તેનાથી અનેક બીમારીઓ જેવી કે કિડની સમસ્યા, ધમનીની સમસ્યા અને હાર્ટ એટેક પણ આવી શકે છે.  કેટલાક લોકોને આ હોઈ શકે છે. પણ મોટાભાગે વધુ સમય સુધી બેસી રહેનારાઓની જીવનશૈલી, તણાવ અને એક્સરસાઈઝની કમીથી શરૂ થાય છે.  તમને તમારા સંબંધી અને મિત્રો પાસેથી અનેક સલાહ મળી જશે કે હાઈ બીપી માટે શુ સારુ હોય છે અને શુ ખરાબ. 
 
તેનાથી તમે વધુ કંફ્યૂઝ થઈ શકો છો અને અનેકવાર તમે અયોગ્ય ફુડ પણ ખાઈ લો છો. તો હાઈ બીપી માટે સાચુ ડાયેટ શુ હોવુ જોઈએ ? તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવવા અને ડાયેટમાં ફેરફાર કરી તમે હાઈ બીપીથી મુક્તિ મેળવી શકો છો. અહી આઠ ડાયેટ પ્લાન બતાવાયા છે. 
1. ખાવામાં મીઠાનુ પ્રમાણ ઓછુ કરો - હાઈ બીપી માટે વધુ મીઠુ નુકશાન કરી શકે છે. વધુ મીઠુ ખાવાથી શરીઅમાં પાણી રહે છે. જેનાથી હાઈ બીપી થઈ જાય છે. તેથી વધુ મીઠુ ખાવુ જેવુ કે કેચપ અને પેકબંધ પદાર્થ વધુ ખાવાથી બચવુ જોઈએ. 
 
2. પ્રોસેસ્ડ ફુડ ન લો - પ્રોસેસ્ડ ફુડ જેવી કે બ્રેડ, પ્રોસેસ્ડ મીટ અને પૈક કરેલા ખાદ્ય પદાર્થ ખાવાથી બચવુ જોઈએ. કારણ કે આ બ્લડ પ્રેશરના સતરને વધારે છે.  
 
3. તેલ ઓછુ ખાવ - જેટલુ બની શકે તેટલો તેલનો ઉપયોગ ઓછો કરો. તેલમાં ફૈટ વધુ હોય છે.   જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર વધે છે. જેનાથી બ્લડ પ્રેશરનુ સ્તર પણ વધે છે. 
food oil
4. દારૂ પીવાથી બચો - દારૂમા ફક્ત કેલોરીઝ હોય છે. વધુ પીવાથી તમારુ વજન વધવા સાથે તમારુ બ્લડ પ્રેશર પણ વધે છે. તેનાથી લોહીની ધમનીઓ સંકુચિત થઈ જાય છે. 
 
5. કોફી ઓછી પીવો - કોફીમાં કેફીન વધુ હોય છે જે બ્લડ પ્રેશરના સ્તરને તરત વધારી દે છે. તેથી રોજ કોફી ન પીવી જોઈએ. ક્યારેક પી શકો છો. 
 
6. ધૂમ્રપાન ન કરો - સિગરેટમાં નિકોટીન હોય છે જે ખરાબ હોય છે તેનાથી બ્લડ પ્રેશર વધે છે અને ધમનીઓ સંકુચિત થાય છે. હાઈ બીપીથી બચવા માટે ધૂમ્રપાનથી બચવુ જરૂરી છે. 

7. પશુ ઉત્પાદ લેવુ બંધ કરી દો. - પશુ ઉત્પાદ જેવા મીટ પ્રોસેસ્ડ મીટ, ઈંડા અને બટરમાં ફેટ હોય છે. તેનાથી કોલેસ્ટ્રોલ તો વધી જાય છે સાથે જ બીપી પણ વધી જાય છે. 
 
8. ખાવામાં આખા અનાજને સામેલ કરો. આખા અનાજમાં ફાઈબર હોય છે. તેનાથી કોલેસ્ટ્રોલ અને ફેટ પિઘળી જાય છે અને ધમનીઓમાં જમા થતુ નથી. તેનાથી લોહી આરામથી ધમનીઓમાં વહે છે અને બીપી પણ કંટ્રોલમાં રહે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે પછી માંસાહારી?

સાબૂદાણાનો ઉપયોગ મક્કમતાપૂર્વક ફળાહારી રીતે વ્રત ઉપવાસમાં કરાય છે. પણ સાબૂદાણા બનાવવાની ...

news

આ 5 નુકસાનને વાંચ્યા પછી, તમે X વિડિઓઝ જોવાનું બંધ કરશો

આ 5 નુકસાનને વાંચ્યા પછી, તમે X વિડિઓઝ જોવાનું બંધ કરશો

news

જાણો પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાના 5 નુકશાન

પ્લાસ્ટિકની બોટલાંથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ ...

news

Video Chocolate for Health - ચોકલેટ ખાવાના 7 ફાયદા

આમ ચૉકલેટના દીવાનાની કોઈ કમી નથી.. હવે તો ચોકલેટ્સ આકર્ષક રંગ અને જુદા-જુદા ફ્લેવરસ પણ ...

Widgets Magazine