ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 28 નવેમ્બર 2016 (16:58 IST)

મહિના પહેલા જ દેખાય જાય છે ડાયાબીટીસના આ લક્ષણ...ઈગ્નોર ન કરશો

ડાયાબીટીસની પ્રોબ્લેમ ધીરે ધીરે વધે છે. પણ એક્સપર્ટ્સના મુજબ મોટાભાગના મામલામાં બોડી ખૂબ પહેલા જ જુદી જુદી હેલ્થ પ્રોબ્લેમ્સ દ્વારા ડાયાબિટીસની ચેતાવણી આપવા માંડે છે. પણ અમારામાંથી મોટાભાગના લોકો આ સંકેતોને ઈગ્નોર કરી દે છે. આવામાં આ બીમારી આગળ જઈને ખૂબ ગંભીર થઈ જાય છે. તેથી સમય પહેલા જ ખુદને સાચવી લો.. 
 
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ડાયાબીટીશના સિમ્પટમ્સ પર ધ્યાન આપીને જો સમય રહેતા જ સારવાર શરૂ કરવામાં આવે તો આ પ્રોબ્લેમ સહેલાઈથી કંટ્રોલમાં આવી શકે છે.  કેટલાક સંકેતો જે સામન્ય રીતે અઠવાડિયાઓ પહેલા જ જોવા મળવા શરૂ થઈ જાય છે. 

કમજોર આંખો - ડાયાબિટીસનુ આંખોની રેટિના પર ખૂબ ખરાબ અસર પડે છે. આવામાં દિવસો દિવસ આંખો નબળી થવા માંડે છે અને ઝાંખુ દેખાય છે. 
 
થાક - તમને થાક અનુભવાય છે. સૂઈને ઉઠ્યા પછી પણ ઊંઘ આવ્યા કરે છે. બની શકે કે તમારુ બ્લડ શુગર લેવલ વધેલુ હોય
 
વજન ઘટવુ - ડાયેટ કે એક્સરસાઈઝમાં ફેરફાર કર્યા વગર અચાનક વજન ઘટવા માંડે તો તમને ડાયાબીટીસ હોઈ શકે છે. 

પેશાબ આવવી - શરીરમાં વધુ પ્રમાણમાં એકત્ર થયેલ શુગર યૂરિન દ્વારા બહાર નીકળે છે તેથી વારેઘડીએ પેશાબ આવે છે. 
 
ઓછુ સંભળાવવુ - ડાયાબીટીસના કારણે કાનના અંદરના સેલ્સ ડેમેજ થઈ જાય છે. જેની ખરાબ અસર સાંભળવાની શક્તિ પર પડે છે. 
 
તરસ - ડાયાબીટીસ થતા વારેઘડીએ પેશામ આવવાને કારણે બોડીનું પાણી અને શુગર બહાર નીકળી જાય છે. તેથી વારેઘડી તરસ લાગે છે. 
 
 

બળતરા - મોટાભાગે હાથ-પગ સુન્ન પડી જાય છે. તેમા ઝુનઝુની કે કીડીઓ કરડવાનો અહેસાસ થાય કે બળતરા અનુભવાય. આવુ થાય તો તરત જ ડોક્ટરને બતાવો. 
 
અનહેલ્ધી સ્કિન - સ્કિન ખાસ કરીને ગરદનના પાછલા ભાગ, કોણી કે ઘૂટણમાં પડનારા ડાર્ક પેચેસ બ્લડમાં વધી રહેલ શુગર લેવલની નિશાની હોઈ શકે છે. 
 
ફોલ્લી થવી - બ્લડમાં શુગર લેવલ વધી જવાથી મોટાભાગે ફોલ્લીઓ થવા માંડે છે. જેને એવોઈડ ન કરશો. 
 
ખૂબ ભૂખ લાગવી - અચાનક ભૂખ વધવી અને વારેઘડીએ ખાવાની ઈચ્છા થવી. જમવાના થોડીવાર પછી જ ફરી ભૂખ લાગે તો તમને ડાયાબીટીસ હોઈ શકે છે.  
 
જખમ રૂઝાય નહી - બ્લડમાં શુગર લેવલ વધતા શરીરના જખ્મો સહેલાઈથી ઠીક થતા નથી.  તેથી નાના મોટા ઘા કે ઘસારો ઠીક થવામાં વધુ સમય લે છે. 
 
બીમાર રહેવુ - ડાયાબીટીસને કારણે કમજોર થઈ ચુકેલુ શરીર બીમારીઓમાંથી બહાર નથી આવતુ.. તેથી કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમ થતી રહે છે.