બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2015 (15:25 IST)

સુંદર અને ચમકતા પેટ માટે અપનાવો આ 5 ટિપ્સ

હીરો-હીરોઈનની જેમ ગઠાયેલુ શરીર અને ચમકતુ સુંદર પેટ સૌને ગમે છે. તો હવે તેને હકીકતમાં બદલવુ તમારા માટે પણ શક્ય છે.  જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં આ પાંચ ઉપાયો અપનાવશો તો તમારા પેટ પરથી ફેટ્સ ઓછા થઈ શકે છે અને તે સુંદર અને ચમકતુ બની શકે છે. 
 
ફક્ત પેટ ઓછુ કરવાની કસરતને બદલે કાર્ડિયો કસરતથી સમગ્ર શરીરનુ વ્યાયામ કરો. સાઈકિલિંગ અને ટ્રેડમિલ પર દોડવુ કે જુંબા અને બેલી ડાંસનો અભ્યાસને વધુ મહત્વ આપો અને નિયમિત રૂપે વર્કઆઉટ કરો 
 
પેટ નીકળેલુ દેખાવવુ એ મોટેભાગે તમારા ચાલવા, બેસવા અને ઉઠવાની મુદ્રાથી પણ પ્રભાવિત થાય છે. આવામાં તમારુ પોશ્ચર હંમેશા સીધુ રાખવાનો પ્રયત્ન કરો. ખભા અને બૈકની કસરત દિવસમાં એકવાર જરૂર કરો જેનાથી પોશ્ચર ઠીક રહે અને પેટ નીકળેલુ ન દેખાય. 
 
ડાયેટિંગ કરવાને બદલે હેલ્દી ડાયેટને મહત્વ આપો. ફાસ્ટફુડ અને વધુ ગળપણથી દૂર રહો અને વિટામિન સી તેમજ ઓમેગા3 એસિડ વધુ હોય તેવા ફળો અને નટ્સને ડાયેટમાં રોજ લો. 
 
ગ્રીન ટી નુ નિયમિત સેવન કરો. તેમા પોલીફેનૉલસ્સ છે જે મેટાબૉલિક રેટ ઝડપી કરે છે. જેનાથી ફેટ્સ જલ્દી બર્ન થાય છે.  આ જ રીતે રોજ સવારે લીંબૂ પાણીના સેવનથી પણ પેટ પરથી ફેટ્સ જલ્દી બર્ન થાય છે. 
 
અનેક શોધો દ્વારા માની ચુકાયુ છે કે અધિક તણાવના કારણે પણ વજન વધે છે. તણાવ ઓછો કરવા માટે તમારા કોઈ પણ શોકને પુરો કરવા માટે થોડો સમય કાઢો. યોગાથી લઈને મ્યુઝીક સુધી તમે કશુ પણ અપનાવી શકો છો.