શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (15:20 IST)

ડાયાબીટીશથી અંગોને નુકશાન

ડાયાબિટીક એસીડોસીસ અને કોમા:
યારે લોહીમાં કિટોન દ્રવ્યો વધી જાય અને ફકત શર્કરાનું પ્રમાણ વધી જાય. આ તકલીફમાં નબળાઇ લાગે, માથું દુખે, ભૂખ ન લાગવી, પેડુનો દુખાવો થવો, શ્ર્વાસ ઝડપી બનવો, તેમાં એસિટોનની વાસ કયારેક ઊલટી થાય, સારવાર માટે ઈન્સ્યુલિન આપવામાં આવે છે.

ડાયાબિટીસથી લાંબાગાળે અંગોમાં થતું નુકસાન

ડાયાબિટીસમાં લાંબાગાળાની તકલીફોમાં નીચેના અંગોમાં તકલીફ થાય છે.

(૧) આંખના રોગ:
ડાયાબિટીસ આંખોને નુકસાન કરે છે અને તે આગળ જતાં પુખ્તવયના લોકોમાં અંઘાપાનું કારણ બને છે. તેમાં આંખના રેટિના (નેત્રપટલ)ને અસર થાય છે. જેને કારણે રેટિનામાં પ્રવાહી અથવા રકતનો ક્રાવ થાય છે. અમુક દર્દીમાં પ્રવાહી રેટિનામાં એકઠું થાય છે. જેને કારણે દ્રષ્ટ્રિ ઝાંખી થાય છે અથવા બિલકુલ ગુમાવાય છે. મોતિયો અથવા ઝામર પણ સંભવી શકે છે. આ તકલીફથી બચવા માટે અથવા તેનું નિયંત્રણ થાય તે માટે બ્લડપ્રેશર કાબૂમાં લેવું, રેટિનાનું નિયમિત પરિક્ષણ, ધુમ્રપાન બધં કરવું, રકત શર્કરા અને લિપિડનું નિયંત્રણ જરૂરી બને છે.

(૨) ડાયાબિટીક ન્યુરોપથી અને ડાયાબિટીક ફુટ (પગની સમસ્યાઓ)

ડાયાબિટીસને કારણે પગમાં અનેક જાતની તકલીફો થાય છે. ચાંદી પડવી, સોજો આવવો, કાણું પડવું, પગનો આકાર બદલાવો એ ડાયાબિટીક ફુટના લક્ષણો છે અને આ ડાયાબિટીક ફુટની તકલીફ. (૧) ચેતાતંત્રની તકલીફ (૨) બ્લડ સરકયુલેશનની તકલીફો (૩) ચેપ (૪) તમાકુ, બીડી, સિગારેટના સેવનને કારણે થાય છે.

ડાયાબિટીસને કારણે જ્ઞાનતંતુઓને નુકસાન થાય છે અને તેથી પગની ચેતાઓની સંવેદનશીલતા ઘટે છે. જેને ડાયાબિટીક ન્યુરોપથી કહે છે. લાંબાગાળાના ડાયાબિટીસમાં પગમાં રકત પરિભ્રમણ અપુરતું થાય છે. ડાયાબિટીસને કારણે રકતવાહીનીઓ જાડી થઈ જાય છે અને તેમાં અવરોધ આવવાથી સડો શરૂ થાય છે અને રકતપ્રવાહ ઘટે છે. રકતશર્કરાના નિયંત્રણથી ડાયાબિટીક ન્યુરોપથી અટકાવી શકાય છે.

(૩) કિડનીના રોગ (નેકોપથી)
કિડની બગડવાના જુદા જુદા કારણોમાં સૌથી વધુ જોવા મળતું અને મહત્વનું કારણ ડાયાબિટીસ છે.
મૂત્રપિંડનું (કિડની) કાર્ય શરીરમાં રકતને ગાળવાનું છે. લોહીમાં ખાંડનું પ્રમાણ વધુ હોય તેને કારણે મૂત્રમિંડને વધુ કામ રહે છે અને આગળ જતાં મૂત્રપિંડ ક્ષતિગ્રસ્ત થાય છે. મૂત્રપિંડ પ્રત્યારોપણ કરાવવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. પુરિતમાં પ્રોટીનની હાજરી તથા રકતમાં પુરીયા અને કિએટીનને વધે છે.

સામાન્ય રીતે ડાયાબિટીસ થયા બાદ ૭થી ૧૦ વર્ષ પછી ધીરે ધીરે કિડનીને નુકસાન થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીમાં કિડનીને નુકસાન થશે તે પહેલેથી નિદાન કરવું અશકય છે. આથી ડાયાબિટીસના દર્દીએ વર્ષમાં બે કે તેથી વધુ વખત જરૂરી પરિક્ષણ કરાવવું જોઈએ.

હૃદયની તકલીફ:
ડાયાબિટીસવાળા દર્દીઓને ડાયાબિટીસ વગરના લોકો કરતા હૃદયરોગની સંભાવના ૨થી ૪ ગણી વધી જાય છે અને સ્ટ્રોક આવવાની શકયતાઓ પણ રહે છે. ખાસ કરીને ધુમ્રપાન કરતા દર્દીમાં કે બ્લડપ્રેશર વધુ હોય કે કેલોસ્ટ્રોરોલ વધુ હોય તેવા દર્દીમાં ચેતાઓને થયેલ નુકસાનને કારણે ડાયાબિટીસના દર્દીમાં છાતીના દુ:ખાવો કે પરસેવા વળવા જેવા લક્ષણો વગર પણ હાર્ટએટેક આવે છે. આથી આવા લક્ષણો ન હોય તો પણ ડાયાબિટીસના દર્દીએ નિયમિત રીતે હાર્ટ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીએ હૃદયની તકલીફથી બચવા રકત શર્કરા, બ્લડપ્રેશર, વજન ઘટાડવું અને જીવનશૈલી નિયમિત રાખવા જોઈએ.

(૫) દાંત:
ડાયાબિટીસના દર્દીઓને તેમના દાંત અને પેઢા અથવા અવાળાની સમસ્યાઓ હોવાની સંભાવના વધારે રહે છે.

(૬) ત્વચાની જટિલતાઓ:
ડાયાબિટીસના લગભગ ત્રીજા ભાગના દર્દીઓમાં ચર્મરોગ હોઈ શકે અથવા કયારેક
ડાયાબિટીસને કારણે ત્વચા વિકાર પણ જોવા મળે છે. આવી સમસ્યાઓ કયારેક વ્યકિતને ડાયાબિટીસ હોવાની પ્રથમ નિશાની પણ હોઈ શકે.
સદભાગ્યે મોટાભાગના ચર્મ વિકારોને જો તેની વહેલી ખબર પડે તો સહેલાઈથી દૂર કરી શકાય છે.
આમ ડાયાબિટીસએ ફકત લોહીમાં સાકરનું પ્રમાણ વધુ હોવાની બિમારી નથી પણ તેના દ્રારા આખા શરીરમાં બધા જ અવયવોને થતી બિમારી છે તેથી ફકત રકતમાં સાકરના રિપોર્ટ કરાવી સંતોષ માનવો જોઈએ નહીં. શરીરના બીજા અવયવોમાં નુકસાન નથી થતું તેની તકેદારી અને નિયમિત તપાસ ખુબ જરૂરી છે.