શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health 2018 - નવ વર્ષમાં ફીટ રહેવા માંગો છો તો બસ રોજ આટલુ કરો

બદલતી લાઈફસ્ટાઈલના કારણે લોકોએ પગપાળા ચલાવુ અને સાઈકલનો ઉપયોગ કરવો ખૂબ ઓછો કરી દીધો છે. લોકો મોટાભાગે કાર કે બાઈક ચલાવે છે. પણ શુ તમે જાણો છો કે શરીરને સ્વસ્થ રાખવા માટે સાઈકલિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. સાઈકલ ચલાવવાથી માંસપેશિયો મજબૂત થાય છે. હ્રદય સ્વસ્થ અને લોહી સંચાર પણ સારુ રહે છે.  રોજ સવારે ખુલી હવામાં સાઈકલ ચલાવવાથી માણસનુ મન ખુશ રહે છે.  તનાવ ઓછો થઈ જાય છે અને સાથે જ આત્મવિશ્વાસ પણ વધે છે. જે વ્યક્તિ નિયમિત  રૂપે 30 મિનિટ સાઈકલિંગ કરે છે તે વજનને સહેલાઈથી કંટ્રોલ કરી લે છે. આવો જાણીએ સાઈકલિંગના ફાયદા..  
1. એરોબિક એક્સરસાઈઝ - એરોબિક સ્વસ્થ રહેવાનો સૌથી સહેલો તરીકો છે.  તેનાથી શરીરમાંથી એક્સટ્રા ફેટ સહેલાઈથી બર્ન કરી શકાય છે. જેનાથી જાડાપણુ થવાનુ સંકટ ઓછુ થઈ જાય છે. પણ એરોબિક્સ એક્સરસાઈઝ કરવાનો સમય નથી મળી રહ્યો કે ક્લાસિસ જોઈન કરવામાં પ્રોબ્લેમ છે તો રોજ સાઈકલ ચલાવવાથી જુદી કસરત કરવાની જરૂર રહેતી નથી. તેનાથી દિલ સાથે સંબંધિત રોગથી પણ બચાવ થાય છે. 
2. તનાવ ઘટાડે - સાઈકલ ચલાવવાથી સેરોટોનિન ડોપામાઈન અને ફેનાઈલેથૈલામાઈન જેવા રસાયણો વધી જાય છે. જે મગજમાંથી ઉદાસી પૈદા કરનારા રસાયણોને ખતમ કરી નાખે છે.  જેનાથી ખુશીનો અનુભવ થવાની સાથે જ તનાવ દૂર થાય છે. 
 
3. પગની કસરત - સતત સાઈકલ ચલાવવાથી પગની પૂરી કસરત થઈ જાય છે. તેનાથી ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવાથી રાહત મળે છે. 
 
4. યોગ્ય પ્રમાણમાં પીવો પાણી - ડાયાબીટિઝ વાળા લોકો દ્વારા સાઈકલ ચલાવતા પહેલા ઓછામાં ઓછા 1 ગ્લાસ પાણી પીવુ જોઈએ. આ બીમારીથી ગ્રસ્ત વ્યક્તિને 1 કલાકથી વધુ સાઈકલ ચલાવવાથી જોઈએ અને સાથે જ હંમેશા કાર્બોહાઈટ્રેટવાળુ ભોજન રાખવુ જોઈએ. 
 
5. બ્લડ શુગરની તપાસ - ડાયાબિટીઝના રોગીને બાકી લોકોની તુલનામાં વધુ મોડા સુધી સાઈકલ ચલાવવી જોઈએ. સાઈકલ ચલાવતા પહેલા અને પછી બ્લડ શુગરની તપાસ જરૂર કરો.