શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 6 નવેમ્બર 2017 (13:50 IST)

જામફળ પણ અનેક રોગોની દવા છે જાણો કેવી રીતે

જામફળ દરેક ઋતુમાં મળનારુ ફળ છે. તેના બીજમાં આયરનની માત્રા વધુ હોય છે. સાથે જ તેમા પ્રોટીન. ખનિજ. લવણ. કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં મળી જાય છે. 
 
1. વિટામીન 'સી' નું પણ આ સારુ સ્ત્રોત્ર છે. તેના એક સો ગ્રામમાં લગભ્ગ 300 મિલીગ્રામ વિટામીન  'સી' જોવા મળે છે.  
2. ભોજન પહેલા નિયમિત જામફળ ખાવાથી કબજીયાતથી છુટકારો મળે છે.  
 
3. જામફળ કાપીને થોડીવાર પાણીમાં છોડી દો. આ પાણીને ગાળીને તેનુ સેવન કરુ. આ ડાયાબીટિસને નિયંત્રિત કરે છે. 
4.સાંધા પર જામફળ કાપીને લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. 
5.જામફળના  પાન ચાવવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. તેના પાનના કાઢામાં થોડી ફિટકરી મિક્સ કરી કોગળા કરવાથી દાંતોમાંથી લોહી નીકળવુ બંધ થાય છે. 
6. ખાંસી શરદીમાં જામફળ શેકીને તેમા મીઠુ મિક્સ કરીને ખાવાથી લાભ થાય છે. 
7. માથાનો દુખાવો હોય તો જામફળનો લેપ સૂર્યોદયથી પહેલા માથા પર લગાવો. તરત જ રાહત મળશે. 
8. પિત્તની ફરિયાદ હોય કે હાથ-પગમાં બળતરા રહેતી હોય તો ભોજન પછી નિયમિત રૂપે તેનુ સેવન કરો. 
9. જામફળની જડના કાઢા દ્વારા જખમ ધોવાથી જખમ જલ્દી ભરાય જાય છે.