મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (12:45 IST)

ભીંડા જ નહી ભીંડાનું પાણી પણ છે લાભદાયક

આરોગ્યપ્રદ રહેવા માટે ડાયેટમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. લોકો લીલા શાકભાજીમાંથી સૌથી વધુ ભીંડા પસંદ કરે છે. ભીંડામાં વિટામીન સી અને મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે છે. જે શરીરની અનેક બીમારીઓને દૂર રાખે છે. ભીંડા જ નહી તેનુ પાણી પણ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. ભીંડાના રસનું સેવન કરવાથી કાર્બોહાઈડ્રેટ-ફાઈબર અને પ્રોટીન મળે છે. 
 
ભીંડાનો રસ બનાવવાની રીત 
 
- 5-6 ભીંડા લઈને તેની કિનાર કાપી લો. ત્યારબાદ તેને વચ્ચેથી કાપી લો અને પછી પાણીમાં પલાળી દો. 
- ઓછામાં ઓછા 4-5 કલાક તેને પાણીમાં પલાળી રાખો. પછી ભીંડાના ટુકડા નિચોવીને કાઢી લો. તેમા થોડુ પાણી મિક્સ કરો. 
- ભીંડાના રસનુ સેવન નાસ્તો કરતા પહેલા કરો. 
 
ફાયદા 
 
1. ભીંડાના રસનુ સ્સેવન કરવાથી વજન ઓછુ થાય છે. આ ઉપરાંત બ્લડ શુગ કંટ્રોલમાં રહે છે. 
2. જો તમે ખાંસીથી પરેશાન છો તો ભીંડાના રસનુ સેવંકરો. તેમા રહેલ તત્વોથી ખાંસીથી છુટકારો આપવામાં મદદરૂપ છે.  
3. ભીંડાનો રસ ગળાની ખરાશ દૂર કરવામાં સહાયક છે. કિડનીની બીમારી માટે આનો રસ લાભકારી છે. 
4. એનીમિયાથી પીડિત વ્યક્તિ માટે ભીંડાનો રસ ખૂબ લાભદાયક છે. તેમા વિટામિન, મેગ્નેશિયમ જોવા મળે છે. જે એનિમિયાના સારવારમાં મદદ કરે છે. 
5. આ ઉપરાંત આ રસ હાડકાને મજબૂત કરવામાં પણ મદદરૂપ છે.