શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 11 જુલાઈ 2017 (14:50 IST)

રોજ એક કેળુ ખાવાથી અંધાપાથી બચી શકાય છે... જાણો કેળાના અન્ય ફાયદા

રોજ માત્ર એક સફરજન ખાવાથી જ હેલ્ધી રહેવાય છે એવું નથી. કેળાને જો તમે સાવ જ ઉતરતુ ફળ ગણતા હો તો ઓસ્ટ્રેલિયાના રિસર્ચરો આપણી આંખ ખૂલી જાય એવો અભ્યાસ લઈને આવ્યા છે. તેમનું કહેવુ છે કે કેળામાં ખાસ કેરોટેનોઈડસ પ્રકારના કેમિકલ્સ આવેલા છે. આ કેમિકલ્સ ફળો અને શાકભાજીને લાલ, ઓરેન્જ કે પીળો રંગ આપે છે. આ જ કેમિલ્સ લિવરમાં વિટામિન 'એ' થાય એ માટે ઘણો મહત્વનો ભાગ ભજવે છે. રિસર્ચરોનું કહેવું છે કે કેળામાં પ્રો-વિટામીન 'એ' પ્રકારનું કેરોટેનોઈડ ભરપૂર માત્રામાં આવેલું છે. એનાથી વિટામિન 'એ'ની ઉણપ હોય તો એ પુરી થઈ શકે છે. દ્રષ્ટિ બરાબર જળવાઈ રહે એ માટે વિટામિન 'એ' ખૂબ મહત્વનુ છે.
 
ઓસ્ટ્રેલિયાની કવીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના રિસર્ચરોનું કહેવુ છે કે રોજ એક કેળું ખાવામાં આવે તો શરીરમાં આ વિટામિનનું સંશ્લેષણ થવાનું કામ સરળ થઈ જાય છે જે દ્રષ્ટિ ટકાવી રાખે છે.
 
કેળુ પૌષ્ટીક તત્વો અને મીનરલ્સથી ભરપૂર ફળ છે. આમ તો કેળું આખા વર્ષમાં મળતું ફળ છે. એક કેળુ ખાવાના અનેક ફાયદા છે. કેળામાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને વિટામિન બી હોય છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધા માટે એનર્જી આપનારું ફળ છે. તેમાં મેગ્નેશિયમની ઘણી માત્રા હોય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ આ સાધારણ ફળના એવા ગુણ જેને જાણી તમે કહેશો કે આ સૌથી બેસ્ટ ફ્રુટ છે. કેળાના અનેક બીજા પણ ફાયદા છે. આ ફાયદા જરૂર ધ્યાન રાખો અને તમારા રોંજીદા ખોરાકમાં તેનો સમાવેશ કરો. 
 
કેળાના ફાયદા - 
 
- જો બે કેળા બે ચમચી મધની સાથે રોજ સવારે ખાઓ તો હ્રદયને તાકાત મળે છે.
-  એક પાકા કેળાને છાલ સહિત સેકી લો. ત્યારબાદ તે છાલને હટાવી દો અને કેળાના ટુકડાં કરી લો. તેની ઉપર 15 - ગ્રામ કાળીમરી પીસીને નાખી દો અને ગરમ-ગરમ દમના રોગીને ખવડાવો.
-  હાઈ બ્લડ પ્રેશરમાં સુધારો થાય છે. મૂત્ર સમસ્યા હોય તો સારી થાય છે.
-  ઝાડા થયા હોય તો દહીંમાં એક કેળુ મેળવીને ખાઓ, લાભ થશે.
-  કેળા મગજની તાકાત અને કામશક્તિ વધારે છે. કેળા ખાવાથી સ્ત્રીનો પ્રદર રોગ સારો થાય છે
-  પીળીયાના રોગમાં કેળુ લાભદાયી છે. પીળીયો થયો હોય તો દર્દીને એક પાકેલ કેળામાં એક ચમચી મધ મેળવીને સારી રીતે મિશ્રણ કરીને આપો.
- ગર્ભાવસ્થામાં કેળા બોડીને ધીરે-ધીરે એનર્જી આપે છે, એટલે ગર્ભવતી સ્ત્રીએ રોજ એક કેળુ ખાવું જોઈએ. તેનાથી ઉબકા આવવાની સમસ્યા દૂર થાય છે.
-  અલ્સરના રોગીએ માટે કેળુ ખૂબ જ સારું હોય છે. કેળુ ખાવાથી તણાવ ઓછો થાય છે.
-  વૃદ્ધ લોકો માટે કેળુ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન સી, બી-6 અને ફાઈબર હોય છે જે વૃદ્ધાવસ્થામાં જરૂરી છે.
-  કેળામાં વિટામિન સી, એ, પોટેશિયમ, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને કાર્બોહાઈડ્રેડ્સ ભરપૂર હોય છે જે સ્કિન માટે અનેક પ્રકારે ફાયદાકારક હોય છે.