ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 11 માર્ચ 2016 (14:40 IST)

મોઢામાં પાણી લાવતા અથાણાંના આ 6 ફાયદા વિશે જાણો છો ?

અથાણાનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. પણ અથાણુ સ્વાદ વધારવાની સાથે અનેક ફાયદા પણ કરે છે જેના વિશે  થોડાક જ લોકો જાણે છે. આવો જાણીએ અથાણું ખાવાના 6 આરોગ્ય સાથે સંકળાયેલા ફાયદા 
 
1. પ્રેગનેંટ મહિલાને કેરી અને લીંબુના અથાણાંનું સેવન કરવુ જોઈએ. આનાથી તેમને સવારે થતી કમજોરીમાં રાહત મળે છે.  
 
2. જો તમારુ વજન વધુ છે અને તમે તેનાથી પરેશાન છો તો અથાણું ખાવ.  અથાણું ખાવાથી વજન ઘટે છે.  ઉલ્લેખનીય છે કે અથાણામાં કેલોરીની માત્રા ઓછી હોય છે.  આ ઉપરાંત અથાણામાં ભેળવેલ મસાલાથી ફેટ ઝડપથી ટુકડાઓમાં વહેંચાય જાય છે. 
 
3. અથાણામાં એંટી-ઓક્સ્તીડેંટની માત્રા ખૂબ ઓછી હોય છે. જે શરીરને ફ્રી-રેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ હોય છે. 
 
4. જો તમને ડાયાબીટીસ છે તો તમે આમળાનું અથાણું ખાઈ શકો છો. 
 
5. અથાણું વિટામિનની ઉણપને દૂર કરે છે. 
 
6. જો તમારી પાચનક્રિયા યોગ્ય રીતે કામ નથી કરી રહી તો તમારે અથાણાંનું સેવન કરવુ જોઈએ. કારણ કે આમા રહેલા ફાઈબર્સની મદદથી પાચન ક્રિયા પણ સુચારુ બની રહે છે. જો તમે સ્ટ્રોક કે દિલ સાથે જોડાયેલ બીમારીના દર્દી છો તો અથાણાનું સેવન ન કરો