ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 25 માર્ચ 2015 (11:25 IST)

ધોમધખતા તડકાથી બચવાનો રામબાણ ઇલાજ - કડવો પરંતુ નરવો લીમડો

ગરમી કે લૂ લાગે ત્યારે શું કરશો? એ.સી. કે પંખો ચાલુ કરી દેવાનો અથવા શરબત, બરફના ગોળા, શેરડીનો રસ, તરબૂચ વગેરે ખાઇ-પીને ગરમીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ચૈત્ર અને વૈશાખના ધોમધખતા તડતાખી બચવાનો રામબાણ ઇલાજ આયુર્વેદે બતાવ્યો છે અને તે રામબાણ ઇલાજ એટલે લીમડો. કોઇએ સાચું કહ્યું છે કે, લીમડો કડવો પરંતુ નરવો ખૂબ.

ઉનાળાની સીઝન દરમિયાન ઘણાં બધા રોગો થાય છે, જેમાં ખાસ કરીને લૂ લાગવી અથવા પિત્ત થવું અને પિત્તના કારણે તાવ આવવો, શરીરમાંથી પાણી ઓછું થવું, તેમાં પણ ચૈત્ર અને વૈશાખમાં તડકાનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે શરીરની તકલીફો પણ વધે છે. આ તમામ તકલીફોથી બચવા ચૈત્ર માસમાં લીમડાનો રસનું સેવન કરવાનું મહત્વ રહેલું છે અને શાસ્ત્રોમાં પણ ખાસ કરીને ચૈત્ર માસમાં નવરાત્રિની શરૃઆત સાથે લીમડાનો રસ પીવાનું કહેવામાં આવ્યું છે.

સુરત આયુર્વેદ કોલેજના આર.એમ.ઓ. સંજયભાઇ વર્મા કહે છે કે, ચૈત્ર મહિનાના ૧ થી ૩ અઠવાડિયા સુધી લીમડાના રસનું સેવન કરવું આરોગ્ય માટે સારું છે અને લોકો એટલે જ ગુડીપડવા એટલે કે ચૈત્ર નવરાત્રિની શરૃઆતથી લીમડાના રસનું સેવન કરે છે. આયુર્વેદમાં ત્રણ દોષો જણાવાયા છે. વાયુ, પીત્ત અને કફ. જેમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન લીમડાના રસનું સેવન પિત્તનાશક તરીકે કરવામાં આવે છે પરંતુ લીમડાનો રસ પણ ડૉકટરની ગાઇડલાઇન મુજબ જ પીવો જોઇએ. લીમડાનો રસ મેકસીમમ ૨૦ મીલીલીટર પીવો જોઇએ. લીમડાના રસમાં માત્ર તેના પાન જ નહીં પરંતુ લીમડાના ફૂલનો કોલ મિશ્ર કરીને રસ બનાવીને પીવો જોઇએ. લીમડાના પાન કરતાં ફાર્માસીટીકલ પાવર એના ફૂલમાં વધારે હોય છે અને લીમડાનો રસ સવારે પ્રાતઃકાળ એટલે કે ૭ વાગ્યા સુધીમાં પી લેવો જોઇએ. રસ પીવાના એક કલાક પહેલા અને રસ પીધા બાદ એક કલાક સુધી કશું ખાવું-પીવું નહીં, તો જ લીમડાનો રસ વધારે અસર કરશે.

લીમડાના રસથી પીત્તના રોગો, બળતરા, તાવથી બચાવે છે. સાથે જ લીવર અને ડાયાબીટીઝના રોગોને થતાં અટકાવે છે અને મટાડવામાં પણ મદદ કરે છે. લીમડાના રસમાં મધ, તજનો પાવડર, એલચીનો પાવડર, સાકર થોડી માત્રામાં મિકસ કરીને પી શકાય છે. તેથી ગેસ્ટીક રીફલેક થાય છે અને સ્વાદમાં પણ વધુ કડવો નથી લાગતો. જયારે પણ લીમડાનાં પાન તોડો ત્યારે તેની પૂજા કરીને, શ્લોક બોલીનો તોડવા જોઇએ. જેથી માનસિક રીતે આપણે ઝાડની પરવાનગી લેવી જોઇએ અને લીમડાના ઝાડમાં રોગ નથી લાગતો પરંતુ ક્યારેક ક્યારેક તેના પાનમાં સડો લાગેલો જોવા મળે છે તેથી તેવા પાન ના લેવા જોઇએ કારણ કે તે એલેડીક થઇ જાય છે.

૧૦ વર્ષ સુધીના બાળકો અને કીડની-લીવરના દર્દીએ રસ પીવો નહીં

લીમડાનો રસ ૭ થી ૧૦ વર્ષથી નાના બાળકોને ના આપવો જોઇએ અને વૃદ્ધ લોકો કે જેઓ ફીઝીકલી ફીટ ના હોય તેમણે પણ આ રસ ના પીવો જોઇએ, કારણ કે લીમડાના રસમાં રહેલું નેફ્રોડોસીડ કીડનીને નુકસાન કરે છે. એટલે જે લોકોને કીડનીની તકલીફ હોય તેમણે આ રસ પીવો ના જોઇએ. ૧૧ થી ૬૫ વર્ષના સુધીમાં લોકોએ પણ એવોઇડ કરવો જોઇએ. વધારે પડતા કડવા દ્રવ્યોનું સેવન પૌરૃષત્વનો નાશ કરે છે.