ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 27 જુલાઈ 2016 (13:35 IST)

સ્વાસ્થ્ય ને નુક્શાન કારક છે વધારે પડતી ઊંઘ

વધુ પડતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય ને નુક્શાન કારક વધારે પડતુ સુવાથી પણ સ્વાસ્થ્યને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ માટે અનેક રિસર્ચ અને સ્ટડીઝ થઈ છે. નિષ્ણાંતોની વાત માનીએ તો સાતથી આઠ કલાકથી વધારે ઊંઘવુ ના જોઈએ. વધારે ઊંઘવાથી બૉડી ક્લૉક ડિસ્ટર્બ થઈ જાય છે અને સુસ્તી આવી જાય છે. જેનાથી વજન વધી શકે છે. હદયરોગોનો ભય- અમેરિકી રિસર્ચ કહે છે, 9 કલાકથી વધારે ઊંઘવા વાળા લોકોને હાર્ટ ડિસીઝનો ભય બમણો થઈ જાય છે.

બેકપેઈન- વધારે સુવાથી મસલ્સ જકડાઈ જાય છે, જેનાથી બેકપેઈન થઈ શકે છે.

દિમાગ પર અસર- એક અભ્યાસ પ્રમાણે 9 કલાકથી વધારે સુવાથી દિમાગ જલ્દી ઘરડું થઈ જાય છે.

ડાયાબીટીઝ- વધારે સુનારાઓમાં ટાઈપ 2 ડાયાબીટીઝનો ભય બમણો રહે છે.

માથાનો દુખાવો- વધારે સુવાની અસર બ્રેઈન ટ્રાંસમીટર પર પડે છે. આનાથી એકાગ્રતા ઘટે છે અને માથાનો દુખાવો થાય છે.

ડિપ્રેશન- 2014માં થયેલા એક રિસર્ચ પ્રમાણે, જે લોકો 9 કલાક અથવા તેનાથી વધારે ઊંઘે છે, તેમનામાં ડિપ્રેશન થવાનો ભય 49 ટકા વધારે હોય છે. ડાબી બાજુ સુવાથી લેફ્ટ સાઈડમાં ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ બનાવતી પેન્ક્રિયાઝનું ફંકશન સારું થાય છે. ખોરાક સરળતાથી પચે છે. બૉડી ડિટૉક્સ થાય છે અને બીમારીઓથી સુરક્ષા મળે છે. શરીરના વિભિન્ન અંગો અને બ્રેઈન સુધી લોહી અને ઑક્સિજનનું સરક્યુલેશન સારી રીતે થવા માંડે છે. હદય શરીરની ડાબી બાજુ હોય છે, માટે ડાબી બાજુ સુવાથી તેનું કામ પણ સરળ થાય છે.