શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 3 ફેબ્રુઆરી 2015 (17:54 IST)

હેલ્થ કેર - ગળ્યુ ચીકુ કડવી દવાઓથી છુટકારો અપાવશે

ફળ આપણા શરીરને નિરોગ રાખવામાં મદદ કરે છે. તેથી ફળોનો દૈનિક આહારમાં સમાવેશ જરૂર કરવો જોઈએ.  ફળ આપણને અનેક બીમારીઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ફળોનુ સેવન જરૂર કરવુ જોઈએ. ફળોમાંથી જ એક ફળ ચીકુ પણ છે. જેનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. ગોલ ગોલ ચીકુ જ્યા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો બીજી બાજુ અનેક રોગોથી મુક્તિ અપાવવામાં પણ મદદ કરે છે. ચીકુમાં એવા વિટામીંસ, એંટીઓક્સીડેટ્સ, કેલ્શિયમ ફોસ્ફોરસ પુષ્કળ માત્રામાં જોવા મળે છે જે આપણને અનેક રોગોમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને ચીકુ ખાવાના ફાયદા આ પ્રમાણે છે. 
 
- ચીકુ ખાવાથી તણાવ જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે અને તણાવ ઓછો થવાથી મગજ શાંત રહે છે. 
- ચીકુ આપણી ત્વચા માટે ફાયદાકારી હોય છે. અને તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ ચમક કાયમ રહે છે. તેમજ કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે. 
- ચીકુ વજન ઓછુ કરવામાં મદદ કરે છે અને શરીરમાં સ્ફુર્તિ કાયમ રાખવામાં મદદ કરે છે. 
- ચીકુ ખાવાથી કબજિયાત જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે અને પાચન શક્તિ ઠીક રહે છે. 
- ચીકુ આપણા શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે 
- ચીકુ આઅપ્ણી આખો  માટે લાભકારી છે. તેનુ સેવન કરવાથી આંખોના રોગથી છુટકારો મળે છે. 
- ચીકુ ખાવાથી આપણા શરીરના હાંડકા મજબૂત બને છે. 
- ચીકુના બીજોમાંથી તૈયાર તેલ વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. 
- આંતરડાની શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. 
- ચીકુનુ સેવન ભોજન પછી કરવામાં આવે તો ચોક્કસ લાભ થાય છે.