Widgets Magazine

Health Tips - વજન ઘટાડવુ છે તો આજથી જ આ રીતે લીંબૂ પાણી પીવુ શરૂ કરી દો

સોમવાર, 17 એપ્રિલ 2017 (15:10 IST)

Widgets Magazine

ગરમીમાં મોટાભાગના લોકો લીંબૂ પાણી પીવે છે. લીંબૂ પાણી ગરમીથી રાહત અપાવે છે. લીંબૂ આરોગ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. તેમા વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત આ વજન ઓછુ કરવામાં મદદરૂપ છે. જાડાપણાથી પરેશાન લોકો અનેક પ્રકારના ઉપાય અપનાવે છે પણ તમે એક સહેલો ઉપાય કરીને વજન ઓછુ કરી શકો છો.  જી હા રોજ લીંબૂ પાણીનું સેવન કરવાથી વજન ઓછુ થાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે તમે કેવી રીતે લીંબૂ પાણીથી વજન ઓછુ કરી શકો છો. 
 
આ રીતે બનાવો લીંબૂ પાણી 
 
લોકો મોટાભાગે પાણીમાં ખાંડ લીંબૂ અને મીઠુ નાખીને પીવે છે. પણ જો તેમ વજન ઓછુ કરવા માંગો છો તો ગરમ પાણીમાં ફક્ત લીંબૂનો રસ મિક્સ કરીને પીવો. સવારે ખાલી પેટ આનુ સેવન કરો. થોડાક જ દિવસોમાં તમને તેની અસર દેખાવવા માંડશે. 
 
ફાયદા 
 
- ખાંડ વગરનુ લીંબૂ પાણી બિલકુલ કેલોરી ફ્રી હોય છે. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે. 
- લીંબૂમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેનાથી શરીરનુ મૈટાબોલિજ્મ વધે છે. તેનાથી વજન ઓછુ થાય છે. 
- લીંબૂનો રસ શ્વાસની દુર્ગંધ અને મોઢામાં રહેલ બેક્ટેરિયાને પણ ખતમ કરે છે. 
- લીબૂ પાણી પીવાથી શરદી-તાવની તકલીફથી છુટકારો મળે છે. તેનાથી ઈમ્યૂન સારી રહે છે. 
- તેમા ઓક્સીકરણ રોધી તત્વ હોય છે જે કેંસર કોશિકાઓને શરીરમાં પૈદા થવા દેતી નથી. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

Health Care - ગરમીમાં શુ ખાશો શુ નહી ?

ગરમી શરૂ થતા જ ઘણી પરેશાનીઓ ઘેરી લે છે. તેથી ખાન-પાનનો પૂરતો ધ્યાન રાખવું પડે છે. પણ ...

news

લીલા ચણા ખાવ અનેક બીમારીઓ દૂર ભગાવો

. લીલા ચણા મતલબ છોડ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનો ઉપયોગ મોટાભાગના શાક, ચટણીઓ ...

news

આ 7 વસ્તુઓને ભૂલીને પણ ફરીથી ગર્મ ન કરવું

લંચ કે ડિનરમાં બનેલું ભોજન હમેશા બચી જ જાય છે. અને અમે તેને ફરીથી ગર્મ કરીને ખાઈ પણ લે ...

news

home-careએસિડિટી થતા તરત જ અપનાવો આ ઘરેલુ નુસ્ખા

એસિડિટી.. આ સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. પેટમાં એસિડિટી તળેલી વસ્તુઓ અને મસાલેદાર ...