શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 13 માર્ચ 2016 (13:47 IST)

હેલ્થ કેર - જો તમે ઘરમાં ફિનાઈલનો ઉપયોગ કરતા હોય તો જરૂર વાંચો

મોટાભાગે ઘરમાં સાફ સફાઈ માટે ફિનાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તમને જાણીને આશ્વર્ય થશે કે ફિનાઈલનો ઉપયોગ પરોગાણુઓને નષ્ટ નથી કરતો પણ તમારા પરિવારના શરીરને નુકશાન જરૂર પહોંચાડે છે. ફિનાઈલમાં અનેક એવા ઝેરી રસાયણ હોય છે જે આપણા શરીરમાં એક ધીમા ઝેરનુ કામ કરે છે. અનેક અભ્યાસ મુજબ ઘરની સફાઈમાં ફિનાઈલનો ઉપયોગ ખૂબ જ ખતરનાક અને ઝેરી ઉત્પાદ બની શકે છે. 
 
ફિનાઈલમાં શક્તિશાળી ફિનોલ હોય છે જે રોગાણુરોધક અને કીટાણુનાશકનુ કામ કરે છે. જ્યારે તેને ફર્શ પર સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો તેમા રહેલા કેમિકલ લાંબા સમય સુધી જમીન પર રહે છે. જો લાંબા સમય સુધી આ શ્વાસમાં આવતુ રહે તો અનેક મહત્વપુર્ણ અંગો જેવા કે પેટ અને આંતરડા, લીવર, કિડની અને દિલને નુકશાન પહોંચાડે છે. અનેકવાર તો તેના પરિણામ ઘાતક હોય છે. જો સમય રહેતા ઈલાજ ન કરવામાં આવે કે સારવાર કરવામાં મોડુ થાય તો તેની સ્થિતિ ગંભીર બની શકે છે. 
 
ફિનોલ જો ત્વચા, આંખ, પાચન કે શ્વાસમાં કોઈ રીતે જતુ રહે તો તેના અનેક હાનિકારક પ્રભાવ થઈ શકે છે. 
1. ફિનાઈલ આંખ કે ત્વચામાં જતુ રહે તો બળતરા અને લાંબા સમય સુધી તેના ઉપયોગથી આંધળાપણું થવાની શક્યતા થઈ શકે છે. 2. ફિનોલની વરાળ જો શ્વાસના માધ્યમથી અંદર જતી રહે તો નાક, ગળા અને ફેફસાની આંતરિક લાઈનિંગ પણ બળી શકે છે. 
3. ફિનોલને લઈને આપણુ મગજ ખૂબ વધુ સંવેદનશીલ છે.  ફિનોલ દ્વારા દૌરા પડવા કે વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે. 
4. ફિનોલ દિલની લયને બદલી નાખે છે જે ખતરનાક છે.