શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (15:58 IST)

આરોગ્ય માટે હાનિકારક બની શકે છે ખાવાની આ વસ્તુઓ

સ્વસ્થ રહેવા માટે સારુ ખાન-પાન ખૂબ જરૂરી છે. આરોગ્યપ્રદ રહેવા માટે આપણે અનેક ખાવાની વસ્તુઓથી પરેજ કરીએ છીએ. પણ અજાણતા આપણે અનેકવાર એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જે આપણા આરોગ્ય માટે નુકશાનકારક હોય છે.  આવામાં અનેક ફૂડ્સ છે જે આપણા આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. આજે અમે તમને બતાવીએ છીએ કેટલાક એવા ફુડ્સ વિશે જે આપણા આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. 
 
1. જો આપણે જાંબુની વાત કરીએ તો તેને વધુ મોડા સુધી ફ્રિજમાં મુકીને ખાવુ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. બીજી બાજુ જો દાડમના દાણાને જમાવીને મુકવામાં આવે તો તે હેપેટાઈટિસ એ ને આમંત્રણ આપી શકે છે. 
 
2. બટાકાનો પ્રયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. તેનુ શાક રોજ સેવન કરવુ આરોગ્ય માટે નુકશાનદાયક હોઈ શકે છે. વધુ સમય સુધી તાપમાં મુકેલા બટાકાની ત્વચા સોલાનાઈન બનાવે છે. તેનાથી બટાકાની ત્વચા લીલા રંગની થઈ શકે છે. 
 
3. સેંડવિચ ખાવી દરેકને પસંદ હોય છે.  ચીજ સેંડવિચના તો ઘણા લોકો શોખીન હોય છે. તેને ખાતા પહેલા આ વાતનુ ધ્યાન રાખો કે તે ફેશ હોય. હંમેશા પનીરને ફ્રિજમાં જ સ્ટોર કરો. 
 
4. લીલી શાકભાજી આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. જો તેની યોગ્ય રીતે સાફ સફાઈ ન કરવામાં આવે તો તેનાથી ખતરનાક બીમારીઓ થઈ શકે છે.  તેને ખરીદ્યા પછી સ્વચ્છ હાથ અને સ્વચ્છ પાણીથી ધુઓ.  આ શાકભાજીને કાપવા મટે જુદા ચપ્પુનો ઉપયોગ કરો.