ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health tips - એક કપ ચામાં તુલસીના ચાર પાંદડા જ ઘણા છે

તુલસીમાં રોગોને ઠીક કરવાની ક્ષમતા હોય છે.આની તાસીર ગરમ  હોય છે. તુલસી જેટલી પવિત્ર હોય છે, તેટલી જ સેહત માટે પણ ફાયદાકારી છે. આવો જાણે એના ફાયદા વિષે
 
તુલસીની ચા 
 
તુલસીને ચામાં નાખી તમે હર્બલ ટી બનાવી શકો છો. આથી ઈમ્યુનિટી વધે છે, ત્વચાના રોગો દૂર થાય છે કફ અને ખાંસી અને શરદીમાં આરામ મળે છે અને બ્લડ પ્યુરીફયર હોય છે. એક ચામાં તુલસીની ચાર પાંદડા પ્રયોગમાં લઈ શકાય છે. 
 
તુલસીના પાંદડા ક્યારેય ચાવવા નહી  
 
એની પાંદડીઓને ક્યારે પણ ચાવવા નહી. પણ પાણી સાથે ગળી લેવા જોઈએ અથવા તો તેને વાટી લેવા જોઈએ. કારણ કે પાંદડીઓ પર પારાની એક ઉપરી  પરત હોય છે જેથી તમારા દાંતની ઈનેમલ લેયરને નુકશાન પહોંચી શકે છે. 
 
તુલસીનો રસ 
 
*શરીર તૂટી રહ્યુ  હોય કે જ્યારે લાગે કે તાવ આવશે તો ફુદીનાના રસ અને તુલસીના રસ સરખી માત્રામાં મિક્સ કરીલો. એમાં થોડા ગોળ મિક્સ કરી પીવાથી આરામ મળે છે. 
 
*દાંતમાં કીડા લાગી ગયાં હોય તો તુલસીના રસમાં દેશી કપૂર મિક્સ કરી રૂમાં પલાળી લગાવવાથી આરામ મળે છે.