ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 6 ઑક્ટોબર 2014 (15:40 IST)

Health Tips - વરિયાળીના સ્વાસ્થ્ય લાભ

વરિયાળીમાં ઘણા ઔષધીય ગુણ હાજર છે જેનો સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ હોય છે. વરિયાળી દરેક ઉમ્રના લોકો માટે લાભકારી છે. વરિયાળીમાં કેલ્શિયમ,સોડિયમ,આયરન,પોટેશિયમ જેવા તત્વ હોય છે. વરિયાળીનો બીયડ રૂપમાં હોય છે અને એના બીયડનો પ્રયોગ કરાય છે .  પેટની સમસ્યાઓ માટે વરિયાળી ખૂબ લાભકારી છે. આવો જાણે વરિયાળીના સ્વાસ્થ્ય લાભ 
 
વરિયાળીના લાભ 
 
* વરિયાળી ખાવાથી પેટ અને કબ્જની શિકાયત દૂર થાય છે. વરિયાળીને ખાંડ કે શાકર સાથે વાટીને ચૂર્ણ બનાવી લો રાતે સૂતાં સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હૂંફાળા પાણી સાથે સેવન કરો. પેટની સમસ્યા નહી થશે અને ગૈસ અને કબ્જ દૂર થશે. 
 
* આંખોની રોશની વરિયાળીના સેવન કરીને વધારી શકાય છે. વરિયાળી અને શાકરને સમાન ભાગ લઈને વાટી લો.આ એક ચમચી સવારે-સાંજે પાણી સાથે બે માસ સુધી લો. આથી આંખોની રોશની વધશે. 
 
* ડાયરિયા થતાં વરિયાળી ખાવી જોઈએ.વરિયાળીને વેળના ગુદા સાથે સવારે-સાંજે ચાવવાથી અર્જીણ સમાપ્ત થાય છે અને અતિસારમાં લાભ હોય છે. 
 
* ભોજન પછી વરિયાળીનો સેવન કરવાથી ભોજન સારી રીતે પચે છે. વરિયાળી,જીરું અને સંચણ મિક્સ કરી ચૂર્ણ બનાવી લો. ખાધા પછી હૂંફાળા પાણી સાથે આ ચૂર્ણ લો . આ ઉત્તમ પાચક ચૂર્ણ છે. 
 
* ખાંસી થતાં વરિયાળી બહુ લાભ કરે છે. વરિયાળીના 10 ગ્રામ અર્કને મધમાં મિક્સ કરી લો આથી ખાંસી આવતા બંદ થશે. 
 
* જો તમને પેટમાં દુખાવા છે તો શેકેલી વરિયાળી ચાવવી આથી તમને આરામ મળશે.