ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 10 નવેમ્બર 2014 (17:49 IST)

Health tips- શિંગોડાના ગુણ

શિંગોડામાં ભેંસના દૂધ કરતાં વધુ મિનરલ્સ હોય છે. 

થાયરાઈડના ઉપચાર 
 
શિંગોડામાં મેગ્નીજ અને આયોડીનની ભરપૂર માત્રા હોય છે  તેથી એના પ્રયોગથી  થાયરાઈડ ગ્રંથિની કાર્યશૈલી સુચારૂ  રહે છે. 
તેમાં એન્ટી વાયરલ, એન્ટી કેન્સર, એન્ટી બેક્ટોરિયલ અને અન્ટી ઓક્સિડન્ટના ગુણ હોય છે. આ તત્વો બીમારીઓને દૂર રાખે છે.
 
વજન રાખે કંટ્રોલમાં 
 
પોષક તત્વોની ભરપૂર માત્રા અને ઓછી કેલોરી હોવાને કારણે આ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.  
 
ડિહાઈડ્રેશન રાખે દૂર 
 
શિંગોડા શરીરમાં પાણીની અછત દૂર કરવામાં ખૂબ લાભદાયક છે. આ સિવાય આ શરીર માટે સારી ઠંડક આપવાનું કામ કરે છે. 
 
કમળામાં લાભદાયક 
 
શિંગોડા કમળો દૂર કરે છે.  કમળાના દર્દીઓને કાચા શિંગોડા કે તેનુ જ્યુસ બનાવીને આપવુ જોઈએ. 
 
કેંસરને અટકાવવામાં મદદગાર 
 
શિંગોડામાં એંટી બેકેટેરિયલ. એંટીવાયરલ એંટી કેંસર અને એંટીઓક્સીડેંટના ગુણ પણ હોય છે.