શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2017 (20:56 IST)

Health Care - તમારા period તમારા આરોગ્ય વિશે શુ કહી રહ્યા છે

આ લેખમાં પીરિયડ્સ વિશે કેટલીક એવી વાતો જાણો જેનાથી તમને ખબર પડશે કે તમારા શરીરમાં કંઈક ખોટુ તો નથી થઈ રહ્યુ. કંઈક અસુવિદ્યાજનક વિપરિત પ્રભાવોને મહિલાઓના માસિક ધર્મ સાથે જોડી શકાય છે.  આ સ્થિતિઓ વિવિધ મહિલાઓ અને વિવિધ માસિક ધર્મોમાં જુદી જુદી હોઈ શકે છે.  તેમા ક્રેમ્પિંગ, બ્લીડિંગ કે બેચેની થવી વગેરેનો સમાવેશ છે. અનેક મહિલાઓ જણાવે છેકે પીરિયડ્સ દરમિયાન તેઓ વધુ ભાવનાત્મક થઈ જાય છે અને તેમને તેમના રોજના કાર્ય કરવામાં મુશ્કેલી આવે છે. 
 
પ્રોટનની કમીના લક્ષણ. આ લક્ષણ બતાવે છે કે પ્રોટીનની કમીને કારણે અનેક મહિલાઓને ખૂબ થાક અને કમજોરી અનુભવાય છે.  આ બધુ આ સમયે હાર્મોન્સમાં થનારા પરિવર્તનને કારણે હોય છે.  આ માસિક ધર્મના સામાન્ય લક્ષણ છે.  આજે અહી આ લેખમાં આપણે માસિક ધર્મ સાથે જોડાયેલા કેટલાક એવા લક્ષણો વિશે બતાવીશુ જે કોઈ બીમારી કે સમસ્યા તરફ સંકેત કરે છે. 
 
1. પીરિયડસનું અચાનક બંધ થવુ - શુ થાય છે જ્યારે અચાનક તમારા પીરિયડસ આવવા બંધ થઈ જાય છે ?  જેના બે કારણ હોય શકે છે કે કા તો તમે ગર્ભવતી છો અથવા મેનોપૉઝ આવી રહ્યો છે.  જો આ બંને કારણો નથી છતા તમને પીરિયડ્સ નથી આવી રહ્યા તો પૉલીસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ, અસામાન્ય થાઈરાઈડ ગ્લેંડ, લો બોડી ફૈટ અને ક્યારેક ક્યારેક તનાવ વધુ થવો વગેરેની સમસ્યા પણ થઈ શકે છે. 
 
 
2. હેવી પીરિયડ્સ - જો તમને ખૂબ હેવી પીરિયડ્સ આવે છે અને તમને દર એક કલાકે પેડ બદલવુ પડે છે તો હેમીફીલિયા કે ફિબ્રોઈડ્સ હોવાની શક્યતા છે. આ હાર્મોંસમાં અસંતુલનને કારણે પણ હોઈ શકે છે.  જેવુકે એસ્ટ્રોકજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં પરિવર્તનને કારણે.  ખૂબ જ ઓછા કેસમાં આ મામલામાં આ લક્ષણ ગર્ભાશયના કેંસરના હોય છે. 
 
4. અનિયમિત પીરિયડ્સ - સ્ત્રીઓમાં અનિયમિત પીરિયડ્સની સમસ્યા પણ જોવા મળે છે. તેની ઉપેક્ષા ન કરો. કારણ કે આવુ હાર્મોંસમાં અસંતુલન પોલીપ્સ અને ફ્રિબ્રોઈડ્સને કારણે બની શકે છે. જો તમે ઉપરોક્ત સ્થિતિયોથી ગ્રસ્ત છો તો જેટલુ બની શકે તેટલુ જલ્દી સ્ત્રી સોર્ગ વિશેષજ્ઞ પાસે તમારી તાપસ કરાવો.