બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (16:53 IST)

ડાયાબિટીસને આ રીતે કરો કંટ્રોલ

વર્તમાન લાઈફ સ્ટાઈલમાં સુખ -સુવિધા હોય , પણ તનાવ અને રોગો એવી જ દેન છે. વર્તમાન જીવનશૈલી ખૂબ વ્યસ્ત હોવાના કારણે પૂર્ણ સ્વસ્થ શરીર કે સપના જેવું લાગે છે. વધતા તનાવના કારણે ઘણા રોગો શરીરને ઘેરી લે છે. એ જ રોગોમાંથી એક છે ડાયાબિટીસ જે ધીરે-ધીરે ઝેરની જેમ કામ કરે છે. આ તમને ખબર પડ્યા વગર જ રોગી બનાવી શકે છે. પણ સારી વાત એ છે કે એને તમે કંટ્રોલ કરી શકો છો. 
 
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે દરરોજ એક્સરસાઈઝ કરવી જોઈએ. એકસરસાઈજ  તનાવ ઓછું કરવા ઉપરાંત બ્લ્ડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ અડધા કલાક એક્સરસાઈઝ જરૂર કરવી જોઈએ. 
 
નિયમિત રૂપથી દિવસમાં ઓછામાં ઓછા 2 વાર તમારું બ્લ્ડ શુગર લેવલ ચેક કરો અને ધ્યાન રાખો કે આ તમારા ડાકટર દ્વારા જણાવેલ નોર્મલ સ્તર પર છે કે નહી. સાથે જ બ્લ્ડ પ્રેશર રેકાર્ડ કર્યા પછી લખવું ન ભૂલવુ. એનાથી તમે સમજી શકો છો કે બ્લ્ડ પ્રેશર ક્યારે વધી કે ઘટી રહ્યું છે. 

ડાયાબિટીસ ટ્રીટમેંટ સમયે તમારી ડાયેટ એક મુખ્ય ભૂમિકા ભજવે છે. ડાયેટને ઈંસુલિન ઈંજેકશન કે પછી હાઈપોગ્લામિક ડ્રગ્સના કામ્બિનેશન સાથે લેવું જોઈએ. 
વધારે કાર્બોહાઈડ્રેડ ખાવાથી બચવુ જોઈએ. ખાન -પાનમાં સુધાર કરો. ખાંડ (sugar)અને બીજા મીઠા પદાર્થોનું  સેવન ઓછામાં ઓછા કરવું કે ન કરો. ચોકરવાળો લોટ ખાવો. . મીઠા ફળ છોડીને બીજા ફળ ખાવ. 
 
એક વારમાં વધારે ખાવાને બદલે ભોજનને નાના-નાના અંતરાલમાં લો. ઘી તેલથી બનેલી અને તળેલી  વસ્તુઓ - સમોસા, કચોરી, પૂરી, પરાંઠા વગેરેનું ઓછું સેવન કરો. ઘઉં, જવ કે ચણાને મિક્સ કરી બનેલી મિસ્સી રોટલી શુગરના રોગમાં ખૂબ ફાયદાકારી હોય છે. 

આ છે ઘરેલૂ ઉપાય... 
મેથી દાણા - મેથી દાણા ડાયાબિટીસમાં બહુ ઉપયોગી છે. એ માટે એક કે બે ચમચી મેથીદાણા એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો. સવારે આ પાણીને પીવો અને મેથીને ચાવી-ચાવીને ખાવો. 
કારેલા- કારેલા પણ ડાયાબિટીસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે એ માટે કારેલાનું જ્યૂસ ફક્ત કે  આમળાના જ્યુસમાં મિક્સ કરી 100-125 મિલીલીટર સવારે સાંજ ખાલી પેટ લો સાથે જ કારેલાનું શાક બનાવીને કે ચૂરણના રૂપમાં પણ સેવન કરી શકો છો. 
 
જાંબુ - જાંબુના ફળ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ શુગરની તકલીફમાં લાભદાયક હોય છે. એ માટે જાંબુની ઋતુમાં જાંબુના ફળ ખાઈ શકો છો અને ઋતુ ન હોય તો જાંબુના ઠળિયાનું ચૂરણ સવાર સાંજે ખાલી પેટ પાણી સાથે લો.