ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (20:23 IST)

આરોગ્ય માટે શુ છે લાભકારી, દૂધ કે દહી ?

શરૂઆતથી જ દરેક ઘરમાં દૂધ અને દહીનો પ્રયોગ કરવામાં આવે છે. દૂધ અને દહી બંનેનુ સેવન આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી  છે. પણ દૂધની તુલનામાં દહી આપણી માટે વધુ લાભકારી રહે છે.. આવો જાણીએ કેવી રીતે  ? 
 
દૂધ અને દહીંમાં વધુ સારુ 
 
દૂધમા ખટાશ નાખીને દહી જમાવવામાં આવે છે. પણ દહી અને દૂધમાં, દહી દૂધથી વધુ લાભકારી છે કારણ કે દૂધમાંથી જ દહી બને છે.  તેમા કેટલાક એવા તત્વો જોવા મળે છે જે દૂધ કરતા જલ્દી પચી જાય છે. દૂધની અપેક્ષા દહીમાં પ્રોટીન, લૈક્ટોઝ, કેલ્શિયમ અનેક વિટામિન્સ હોય છે તેથી દહીને આરોગ્ય માટે દૂધ કરતા વધુ યોગ્ય માનવામાં આવે છે. 

દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમhttp://tinyurl.com/n32za5z

દહીમાં વિટામિન 
 
વિટામિન એ, ડી અને બી-12 થી યુક્ત દહીમાં કેલ્શિયમની માત્રા દૂધથી અનેકગણી વધુ હોય છે. જેને કારણે હાડકાં અને દાંત મજબૂત થાય છે. આ ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારીથી લડવામાં પણ મદદરૂપ રહે છે. 
 
આરોગ્ય માટે દૂધથી વધુ લાભકારી 
 
ડોક્ટર માને છે કે દૂધ જલ્દી હજમ નથી થતુ. કબજિયાત અને ગેસ પૈદા કરે છે. દહી અને મઠ્ઠો તરત હજમ થઈ જાય છે.   જે લોકોને દૂધ નથી હજમ થતુ તેમને દહી કે મઠ્ઠો લેવો જોઈએ. કોઈપણ પ્રકારના ખાવાને દહીથી હજમ કરી શકાય છે. કારણ દહી ભોજન પ્રણાલીને યોગ્ય બનાવી રાખે છે. 
 
કેટલુ લેવુ જોઈએ ? 
 
એક દિવસમાં 250 એમએલ દહી ખાવુ યોગ્ય રહે છે. જો તમે દિવસમાં બપોરે ભોજનના સમય સુધી દહી ખાઈ લો તો આ તમારા શરીરને ખૂબ જ ફાયદો આપે છે. જો કે આની માત્રા તમારા બાકીના ખાનપાન પર મોટે ભાગે નિર્ભર કરે છે. 
 
દહી અને દૂધનુ સેવન ક્યારે ન કરવુ ? 
 
રાત્રે દહીનુ ક્યારેય સેવન ન કરવુ જોઈએ. જો તમે નોન વેઝ ખાઈ રહ્યા છે તો ધ્યાન રાખો કે આ સાથે ન તો દૂધ લો અને કે ન તો દહી.  ક્યારેય પણ વાસી દહી ન ખાવ. ડાયાબીટિશના રોગીઓએ દહીનુ સેવન સંયમથી કરવુ જોઈએ.  શરદી ખાંસી, ટાંસિલ્સ, અસ્થમા અને શ્વાસની તકલીફમાં દહી અને દૂધનુ સેવન ન કરો.