ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (13:02 IST)

આ છે જંક ફૂડ... જંક ફૂડના વ્યસનથી થતું નુક્સાન કેટલું જાણો છો ?

જે ખોરાકનો દેખાવ અતિસુંદર હોય, ચટાકેદાર હોય અને સુગંધથી આપણે ખુશ ખુશાલ થઇ જઇએ તેને જંક ફૂડ કહેવામાં આવે છે. જંક ફૂડની આ ખાસિયતને લીધે આપણું પેટ હાઉસફુલ હોવા છતાં ફરીથી ખાવા માટે લલચાઇએ છીએ.

જંક ફૂડની યાદીમાં (૧) ગળ્યા અને ખારા બિસ્કિટ (ર) ચેવડો (૩) ચવાણું (૪) ગાંઠિયા (પ) ફાફડા (૬) દાળવડા (૭) બટાકા વડા (૮) ભજીયા (૯) મેથીના ગોટા (૧૦) ભાજીપાઉં (૧૧) સામોસા (૧ર) ખમણ (૧૩) પાત્રા (૧૪) કેક (૧૫) પેસ્ટ્રી (૧૬) વિવિધ આઇસક્રીમ (૧૭) બધા જ પ્રકારની મીઠાઇઓ (૧૮) બ્રેડ (૧૯) સેન્ડવીચ (ર૦) તળેલા ડ્રાયફ્રુટસ (ર૧) મઠિયા (રર) ફુલવડી (ર૩) ભાખરવડી (ર૪) કચોરી (ર૯) ભેળ (૩૦) ઝીણી અને જાડી સેવ (૩૧) સેવ ખમણી (૩ર) પાટવડી (૩૩) બધાજ પ્રકારના અથાણાં, સોસ અને ચટણીનો સમાવેશ થાય છે.

જંક ફૂડ વારંવાર ખાવાનું મન થાય છે અને વ્યસન કેમ પડી જાય છે ? અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીમાં થયેલા પ્રયોગ અનુસાર મગજમાં સેટાઇટી (સંતૃપ્તી) સેન્ટર હોય છે. જેનું કંટ્રોલ મગજમાંથી નીકળતાં લેપ્ટીન નામનું હોર્મોન કરે છે. લેપ્ટીન ઓછો નીકળે તો પેટ ભરાઇ ગયાની લાગણી થાય નહિં. જંક ફૂડ ખાવાથી દિવસે દિવસે લેપ્ટીન નીકળવાનું પ્રમાણ ઘટતુ જાય છે. પરિણામે તમારુ પેટ ભરાઇ ગયું હોવા છતાં વધારે ને વધારે ખાઓ છો. એમ કરતાં ધીરે ધીરે વધુ ખાવાની ટંેવ પડી જાય છે અને તેમને એક પ્રકારનું વ્યસન થઇ જાય છે.

જંક ફૂડના વ્યસનથી થતું નુક્સાન કેટલું ?

તમે જાણો છો કે બીડી, સિગરેટ અને તમાકુના મસાલાથી મોં, સ્વરપેટી, અન્નનળી તેમજ ફેંફસાંનું કેન્સર થાય છે. દારૂ પીવાથી લીવર ખરાબ થાય છે. લીવર સિરોસિસ અને કેન્સર થાય છે. જંક ફૂડ ઘણી જાતના પ્રદુષિત પદાર્થો અને ખૂબ વધારે કેલરીવાળો ખોરાક છે. વધારે પડતી કેલરીવાળો જંક ફૂડથી તમારું વજન વધશે. પરિણામે બીએમઆઇ પણ વધશે. પરિણામે બીપી વધશે. હાર્ટ એટેક આવશે. ડાયાબિટીસ થશે. જંક ફૂડને પચાવવા માટે જઠરને વધુ પરિશ્રમ કરવો પડશે તેથી જઠર, આંતરડા અને કિડની ખરાબ થશે. આટલા બધા નુક્સાનને લીધે જ જંક ફૂડ વ્યસન કહેવાય કે નહિં!

જંક ફૂડ ખાવાથી બીજા કયા નુક્સાન થાય!

જંક ફૂડ મીઠું, મેંદો, ખાંડ, તમતમતા મરી મસાલા, મરચું, તળવા માટે ટ્રાન્સફેટ અને પ્રિઝર્વેટિવ (રસાયણ)નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મીઠાથી બી.પી., હાર્ટએટેક, ખાંડથી ડાયાબિટીસ થાય, મરી મસાલા, મરચાંથી હોજરી અને આંતરડામાં ચાંદા પડે. પ્રિઝર્વટિવની આડ અસરથી એલર્જી અને કેન્સર થાય. આટલું જાણ્યા પછી જો તમારે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો નીચે પ્રમાણેની સુચનાઓનો અમલ તમારા હિતમાં છે.

(૧) ઘરમાં બનાવેલી ખાદ્ય વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખો.
(ર) જંક ફૂડ કદીક કદીક ખાઓ, તેના બંધાણી ના થશો.
(૩) જંક ફૂડ ઉપર અકરાંતિયાની જેમ તુટી ન પડો બલ્કે ધીમે ધીમે બરાબર ચાવીને અને પ્રમાણસર જ ખાઓ.
(૪) બજારમાં મળતા જંક ફૂડને દુરથી સલામ.
(૫) શુભ પ્રસંગ કે વાર તહેવારે વધેલા જંક ફૂડને બીજા દિવસે ખાવાને બદલે આજુબાજુમાં વહેંચી દો.
(૬) બીએમઆઇ ૧૯ કે ર૪ વચ્ચે જ રાખો. સમયાંતરે ચેક કરતા રહો. બીએમઆઇ વધી ગયો હોય તો ઓછો કરવા પ્રયત્ન કરો. (૭) આટલું જાણ્યા પછી તમારે જ નકકી કરવાનું છે. બેસ્ટ ઓફ લક.