શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (01:06 IST)

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

આયુર્વેદ વિશેષજ્ઞોના મતે રાત્રે ભાત ન ખાવો જોઈએ કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આનાથી ઉર્જા મળે છે અને રાત્રે આપણને આટલી એનર્જીની જરૂર હોતી નથી.  આ ઉર્જા શરીરમાં એકત્ર થઈ જાય છે અને જાડાપણા સાથે ઘણા રોગો થાય છે. 
 
ધારણા- શરદી-ખાંસીમાં ભાત ન ખાવો આનાથી કફ (cough) થાય છે. 
 
તથ્ય- શરદી-ખાંસીમાં ભાત ન ખાવા જોઈએ કારણ કે આની તાસીર ઠંડી હોય છે .. જેથી કફની સમસ્યા થાય છે. 
 
ભાતના ઘણા ફાયદા પણ છે 
 
જેનું પેટ સારું રહેતુ નથી તેણે દહીં ભાત ખાવો જોઈએ. આ સિવાય બાળકો માટે પણ ભાત સારા હોય છે. સફેદ ભાત ડાયાબિટીજના દર્દીઓએ ન ખાવો જોઈએ. 
 
કયારે પણ ભાતને પ્રેશર કૂકરમાં ન  પકાવો જોઈએ. નહીતર સ્ટાર્ચની માત્રા એના અંદર જ રહી જશે . ભાતને એવા વાસણમાં રાધવું જેથી એમાં રહેલો સ્ટાર્ચ વરાળ સાથે નીકળી જાય. 
 
પાલિશ કરેલા ચોખા તંદુરસ્તી માટે સારા હોય છે.