શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 20 મે 2015 (10:07 IST)

ડાયાબિટીસની ત્રણ દવાઓને લઈને અમેરિકાએ રિસ્ક એલર્ટ જાહેર કર્યુ

અમેરિકી ફૂડ એંડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(એફડીએ)એ મેડિકલ પ્રોફેશનલ્સ અને ડાયાબિટીસ દર્દીઓને ત્રણ નવી દવાઓને લઈને ચેતાવ્યા છે. ચેતાવણી આપવામાં આવી છે કે ટાઈપ-ટૂ ડાયાબીટિસ મેડિસિન કાનાગલિફ્લોજિન, ડાપાગ્લિફ્લોજિન અને એમપગલિફ્લોજિન (canagliflozin, dapagliflozin, and empagliflozin)ના કારણે બ્લડ એસિડનુ લેવલ હાઈ થઈ શકે છે. જેના ગંભીર પરિણામ પણ ભોગવવા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણ દવાઓમાંથી બે ને તાજેતરમાં જ ભારતમાં પણ વેચવાની શરૂઆત થઈ છે. અમેરિકી ડ્રગ રેગ્યુલેટરનુ કહેવુ છે કે આ દવાઓના સેવનથી એસિડોસિસ થવાનું સંકટ છે. જ્યાર પછી હોસ્પિટલમાં દાખલ પણ થવુ પડી શકે છે. 
 
ન્યૂ ક્લાસ SGLT2 ની દવાઓને લઈને આપત્તિ 
 
આ ત્રણ દવાઓ ન્યૂ ક્લાસ SGLT2  ઈન્હિબિટર સાથે સંબંધિત છે. લોવર બ્લડ શુગર કિડનીને યૂરિન દ્વારા સુગર રિમૂવ કરવા દે છે. ડાયાબિટીસ માટે ટાઈપ-ટૂ ની વર્તમાન દવાઓ કિડની દ્વારા કામ નથી કરતી. આ પાચક-ગ્રંથિ (pancreas)નો ઉપયોગ કરે છે. 
 
હાલ બેન નથી પણ નજર હેઠળ 
 
એફડીએ જો કે અત્યાર સુધી આ દવાઓ પર બેન નથી લગાવ્યો પણ ડોક્ટરોને તેની દેખરેખ કરવા કહ્યુ છે. રેગ્યુલેટરે નવા ક્લાસની આ ત્રણ દવાઓને નજરમાં રાખી છે. દર્દી માટે આ દવાને લખનારા ડોક્ટરોને દર્દીમાં લક્ષણો અને ફેરફાર પર નજર રાખવાની સલાહ આપી છે. કહેવામાં આવ્યુ છે કે આ દવાના ખાધા પછી જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી, પેટમાં દુ:ખાવો કે કારણ વગર થાક કે અનિદ્રાની ફરિયાદ થાય છે તો તેને ગંભીરતાથી લેવામાં આવે.  ગયા અઠવાડિયે રજુ એલર્ટમાં અમેરિકી રેગ્યુલેટરની તરફથી કહેવામાં આવ્યુ, "એફડીએ આ દવાઓ પર નજર રાખેલ છે.  અને તેના ઉપયોગના સેફ્ટીની તપાસ કરવામાં આવી રહી છે.  તપાસ કરવામાં આવી રહી છે કે સોડિયમ-ગ્લુકોઝ કોટ્રેસપોર્ટર-2 sodium-glucose cotransporter-2 (SGLT2)બે લઈને ફેરફારની જરૂર છે કે નહી."