શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 22 જુલાઈ 2015 (15:49 IST)

ચોમાસામાં બીમારીઓથી બચવાના ઉપાયો

વર્તમાન દિવસોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે.  કેટલીયવાર લોકો જાણતા-અજાણતા કે મજબૂરીમાં પલળી જાય છે.  કેટલાક લોકો ઋતુનો આનંદ ઉઠાવવા પણ પલળે છે. તો બીજી બાજુ વરસાદથી છવાય રહેલ હરિયાળી મનને શાંતિ આપે છે. પણ સોસાયટીઓ કે મહોલ્લામાં એકત્ર થયેલુ પાણી લોકોની મુશ્કેલીઓ વધારી દે છે. વરસાદની આ ઋતુમાં તમારી પણ સમસ્યા વધી ગઈ હશે. આ  દરમિયાન અનેક લોકોને શરદી ખાંસી અને અન્ય બીમારીઓનો સામનો કરવો પડે છે. પણ એવી અનેક રીત છે જેનાથી તમે વરસાદમાં વધનારી મુશ્કેલીઓથી બચી શકો છો.  એવી કેટલીક રીત છે જેનાથી તમે તમારી સાથે સાથે આસપાસના લોકોનું પણ ધ્યન રાખી શકો છો. હાથ પગ સાફ કરો. જ્યારે પણ તમે બહાર ફરીને આવો કે કામ પરથી પરત ફરો તો હાથ પગ જરૂર ધોઈ લો. વરસાદના દિવસોમાં તમારા હાથ પગ સાફ રાખવા પર વિશેષ ધ્યાન આપો. ઘરમાં પ્રવેશ કરતા પહેલા પણ તમારા હાથ પગ પર ચોખ્ખુ પાણી નાખો.  આ સાથે જ તમારા હાથ પગ સાબુથી ધોઈ શકો તો તે વધુ સારુ રહેશે.  વરસાદના દિવસોમાં રસ્તા પર જમા પાણીનો સંપર્ક નાળામાં વહેતા પાણી સાથે પણ થઈ જાય છે અને આ પાણીમાં અનેક પ્રકારના કીટાણું પણ જન્મી શકે છે. આવામાં હાથ પગ સારી રીતે ધોવા એ બીમારીઓથી બચવાનો એક વિકલ્પ છે. 
 
સેનિટાઈઝરનો ઉપયોગ - વરસાદના દિવસોમાં શરદી-ખાંસી-તાવની પરેશાની પણ મોટાભાગના લોકોને રહે છે. આવામાં તેમના નાકસાથે હાથ સંપર્કમાં આવી જાય છે અને અહી હાથ લગાડવાથી કે હાથ મેળવવા દરમિયાન વાયરલ ઈંફેક્શન થવાનુ સંકટ રહે છે.  આવામાં સેનિટાઈઝર સારો વિકલ્પ હોય છે. 
 
પીવા માટે શુદ્ધ પાણીનો ઉપયોગ -વર્ષાઋતુમાં નળમાં સપ્લાય થનારુ પીવાનુ પાણી અને અન્ય સ્ત્રોતોમાંથી મળનારુ પાણીમાં અનેક પ્રકારની ઉણપો હોઈ શકે છે.   આવુ પાણી મટમેળું પણ હોઈ શકે છે અને અપેક્ષાકૃત વધુ દૂષિત પણ હોઈ શકે ક્ઝ્હે. આવા સમયે પાણીનો સીધો ઉપયોગ કરવાને બદલે તેને ઉકાળીને કે ગાળીને તેને શુદ્ધ કરી લો પછી ઠંડુ થયા પછી તે પીવો. આર ઓ પ્યૂરિફાયરનો પણ ઉપયોગ તમે કરી શકો છો. 
 
ભીના શરીરને સારી રીતે લૂંછી લો - વર્ષાઋતુ દરમિયાન પલળતા તમે તમારા શરીરને સારી રીતે એક સ્વચ્છ અને સૂકા ટોવેલથી લૂંછી લો. આ દરમિયાન ધ્યાન રાખો કે માથાના વાળ સારી રીતે લૂંછી લો. વાળ ભીના ન છોડશો.  વરસાદમાં પલળ્યા હોય તો તમે પહેલા કપડાં બદલી લો. શક્ય હોય તો સ્નાન પણ કરી લો. 
 
પલળતી વખતે માથાનું ધ્યાન રાખો - મોટાભાગના યુવાઓને પલળવુ ખૂબ ગમે છે અને આ દરમિયાન તેમનુ મન મચલી જ જાય છે.  વરસાદની ખુમારીમાં જો મન પલળવા તૈયાર હોય તો તમારા માથાનુ વિશેષ ધ્યાન રાખો અને માથાને પલળવાથી બચાવો. ધ્યાન રાખો કે કાનમાં પણ પાણી ન જાય.