શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 11 મે 2022 (17:15 IST)

આ છે કેન્સરના લક્ષણો, જાણો તમને કેન્સર તો નથી ને .. ?

સતત ગળાની ખરાશ રહે અને અનેક અઠવાડિયા સુધી બની રહે તો આ ગળાનું કેંસર હોઈ શકે છે. આ ઉપરાંત ખાવાનુ ગળવામાં કોઈ તકલીફ હોય તો પણ સાવધ થઈ જવુ જોઈએ.
 
સ્ત્રીઓએ ખુદને કૈસરથી દૂર રાખવા માટે આ લક્ષણો દેખાતા જરૂર સાવધ થઈ જાવ. તેમા સૌ પહેલા જો 50ની વય પાર કરી ચુકેલી મહિલાઓ મોનોપોઝ થયા પછી પણ જો પીરિયડ્સ હોય કે થોડો પણ રક્તસ્ત્રાવ થય તો આ સંકેત યૂરીન કેંસરના છે.
 
આ ઉપરાંત જો બ્રેસ્ટમાં ગાંઠ હોય કે પછે તેનો રંગ બદલાય ગયો હોય કે સોજો આવી ગયો હોય તો સમજી લો કે આ બ્રેસ્ટ કેંસર તરફ ઈશારો છે.
 
રીડર ડાયજેસ્ટ મુજબ જો ક્યારેક અચાનક જ સૂઈને ઉઠ્યા અને શરીર પર ઘાવ કે થક્કા જમી ગયા
હોય તો લ્યૂકેમિયા હોઈ શકે છે.
 
જો તમારા પેટમાં વારેઘડીએ સોજો રહે તો એ પણ કેંસર હોઈ શકે છે. જો આવો સોજો માસિક ધર્મના સમયે હોય તો આ સામાન્ય હોઈ શકે છે
પણ ત્યારબાદ પણ આવી સ્થિતિ રહે તો થોડા સાવધ થઈ જવુ જોઈએ. અનિયમિત માસિક ધર્મ પણ ઓવેરિયન કે વેજાઈનલ કૈસર હોઈ શકે છે.
 
સતત ઓછુ થતુ વજન પણ આ તરફ ઈશારો કરે છે.
 
જો આખી રાત સૂતા રહેવા છતા પણ તમે તાજગીનો અનુભવ ન કરો અને મોટાભાગે થાકનો અનુભવ કરો તો તેનાથી પણ સાવધ થવાની જરૂર છે.
 
સતત થનારો માથાનો દુખાવો જો માઈગ્રેન નથી તો આ ખતરનાક બની શકે છે.
 
સવારે જો તમારા મળ સાથે લોહી આવે તો આ કોલોન કૈસરનુ લક્ષણ હોઈ શકે છે.