સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 8 એપ્રિલ 2017 (21:35 IST)

આ લક્ષણો બતાવે છે કે તમને થાઈરૉઈડ તો નથી ને !!

થાઈરોઈડ શરીરના સિસ્ટમને સંતુલિત રાખવામાં મદદરૂપ છે. આ હાર્મોનને ગડબડી આવતા શરીઅમાં અનેક પરેશાનીઓ અને ફેરફાર આવી જાય છે. આ લક્ષણોથી તેના વિશે જાણી શકાય છે અને યોગ્ય સમય પર

સારવારથી આ રોગથી થનારી મુસીબતોથી છુટકારો મેળવી શકાય છે.  આવો જાણીએ આના લક્ષણો વિશે જેના પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે. 
 
1. કોઈ ભારે કામ ન કરવા છતા પણ તમે થાક અનુભવો અને દિવસભર સુસ્તી બની રહે તો થાઈરોઈડની તપાસ જરૂર કરાવો 
2. જમ્યા પછી પણ ભૂખ અનુભવવી પણ થાઈરોઈડનુ કારણ હોયી શકે છે. 
3. શરીરમાં અચાનક લોહીનુ દબાણ વધી જાય તો તમે થાઈરોઈડના શિકાર છો. આવામાં તપાસ જરૂર કરાવો 
4. વાળ ઝડપથી તૂટવા અને ખરવાનુ મુખ્ય કારણ પણ થાઈરોઈડ હોઈ શકે છે. 
5. ડાયેટનુ પુર્ણ ધ્યાન રાખવા છતા પણ વજન ઝડપથી ઘટી રહ્યુ છે તો તમારા આરોગ્ય તરફ ધ્યાન જરૂર આપો. જેનુ કારણ થાઈરોઈડ પણ હોઈ શકે છે. 
6. કારણ વગર તનાવમાં રહેવુ અને ખુદને દુ:ખી અનુભવી રહ્યા છો તો થાઈરોઈડની તપાસ જરૂર કરાવો 
7. તમારી આજુબાજુની વસ્તુઓ ભૂલી જવી અને મગજ પર વધુ જોર નાખવુ પણ થાઈરોઈડનુ કારણ હોઈ શકે છે. 
8. જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ બ્લીડિંગ કે દુખાવો થાય તો તમારી તપાસ જરૂર કરાવો 
 
શરીરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અનુભવો તો ડોક્ટરી તપાસ જરૂર કરાવો.