શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2017 (17:06 IST)

સાઈટિકા કે કમરનો દુ:ખાવો દૂર કરવાના કારગર નુસ્ખા

સાઈટિકા આપણા શરીરની સૌથી મોટી નસ હોય છે. જે કરોડરજ્જુના હાડકાની બરાબર નીચેથી જઈને પગની એડી સુધી પહોંચે છે. આ નાડીમાં જ્યારે સોજો અને દુખાવાને કારણે પીડા થાય છે તો તેને સાઈટિકાનો દુખાવો કહે છે.   તેને કારણે આખા પગમાં એટલો દુખાવો થાય છે કે જેમા વ્યક્તિ ન બેસી શકે છે કે ન તો ઉભો રહી શકે છે.  મોટાભાગે દુખાવો લોઅર બૈકથી શરૂ થઈને ઘૂંટણના નીચે સુધી જાય છે. 
 
સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ બેસી જાય છે કે પછી ખાંસી કરે છે કે પછી છીંકે છે તો આ દુખાવો વધુ વધી જાય છે.  આ દુખાવો સમય સાથે વધતો જાય છે.  નબળાઈ હોવી, ઝનઝનાહટ હોવી કે પછી સુન્ન થઈ જવુ એ આના લક્ષણ છે. 
 
 
સાઈટિકા અને કમરના દુખાવામાં આ રેસીપી ખૂબ જ કામ આવે છે. 
- 2 કપ આર્ગિનિક નારિયળનુ દૂધ 
- 4 ઓર્ગેનિક લસણની કળી 
 
બનાવવાની વિધિ - આ લસણની કળીઓને દૂધમાં અડધો કલાક ઉકાળો. પછી તેને કુણુ રહેતા ગ્લાસમાં કાઢીને તેનુ સેવન કરો. 
 
દુ:ખાવામાં રાહત માટે ટિપ્સ 
 
1. આદુના તેલમાં પણ એંટી-ઈંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે કારણે આ તેલની માલિશ કરવાથી સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે. 
2. આદુ મસાલેદાર કાળા મરીની જેમ દુખાવા પર કામ કરે છે. તેનાથી થોડીવાર માટે દુ:ખાવાવાળા સ્થાન પર થોડી બળતરા કે પછી સનસની ઉભી થાય છે પણ આ તેલ અંદર સુધી પહોંચીને સોજો ઓછો કરે છે.  
3. એક શોધ મુજબ આદુ દુ:ખાવામાં કેટલો લાભકારી હોય છે કે એ માટે તેમને 247 લોકો પર તેનો પ્રયોગ કર્યો જે ઘૂંટણના દુ:ખાવાથી પીડિત હતા.  આ રિસર્ચામં જોવા મળ્યુ કે આ લોકોને દુ:ખાવામાં 40% સુધી ફરક અનુભવાયો. આ રીતે આદુ પણ દુ:ખાવામાં ખૂબ લાભકારી વસ્તુ છે.