મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (16:21 IST)

ન્હાવાના પાણીમાં નાખશો આ 5 વસ્તુઓ તો દરેક પ્રકારની આરોગ્ય સંબંધી સમસ્યાથી દૂર રહેશો

બદલતા જીવનશૈલીને કારણે આજે દર 5માંથી 3 વ્યક્તિ કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમથી પરેશાન રહે છે. આવુ ખાસ કરીને યોગ્ય ડાયેટ ન લેવાને કારણે પણ હોઈ શકે છે. આ માટે લોકોને પોતાની અડધાથી વધુ સેલેરી પોતાની બીમારીઓ પર ખર્ચ કરવી પડે છે. પણ છતા પણ ફરક દેખાતો નથી.  આવામાં તમે તમારી થોડી ખાન-પાનની આદત બદલીને અને કેટલીક આદતોને બદલી હંમેશા માટે નિરોગી રહી શકો છો. 
 
ઘણા લોકો ન્હાતી વખતે સાદા પાણીનો ઉપયોગ કરે છે. પણ જો આ પાણીમાં થોડી જરૂરી વસ્તુઓ મિક્સ કરીને નાખવામાં આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમથી બચી શકાય છે.  આજે અમે તમને કેટલીક આવી જ જરૂરી વસ્તુઓ વિશે બતાવીશુ. જેને પાણીમાં નાખીને ન્હાવાથી અનેક બીમારીઓ અને પરેશાનીઓથી બચી શકાય છે. 
 
1. ફટકડી - નહાવાના પાણીમાં એક ચમચી ફટકડી અને સેંધા લૂણ મિક્સ કરીને ન્હાવ. તેનાથી બોડીનુ બ્લડ સર્કુલેશન સુધરશે. જેનાથી સ્ટ્રૈસની સમસ્યા દૂર થશે અને મસલ્સ પેન દૂર થશે. 
 
2. લીમડાના પાન - એક ગ્લાસ પાણીમાં લીમડાના પાન મિક્સ કરીને ઉકાળી લો. ઠંડા થતા પાણીને ગાળી લો. તેને પાણીવાળી ડોલમાં નાખીને ન્હાવ. તેનાથી સ્કિન ઈંફેક્શન અને સોજો દૂર રહેશે. 
 
3. ગુલાબજળ - એક ડોલમાં 3 થી 4 ચમચી ગુલાબજળ મિક્સ કરીને ન્હાવાથી મસલ્સ રિલેક્સ અનુભવે છે અને સાથે જ બૉડીની બદબૂ દૂર થાય છે. 
 
4. સંતરાના છાલટાં - કુણા પાણીની ડોલમાં બે સંતરાના છાલટા નાખો. 10 મિનિટ પછી તેને પાણીમાંથી કાઢીને ન્હાવ. તેનાથી મસલ્સ પેન અને સ્કિન ઈંફેક્શન દૂર થશે. 
 
5. કપૂર - ન્હાવાની ડોલમાં કપૂર મિક્સ કરી લો.  તેનાથી બૉડીને રિલેક્સ મળશે સાથે જ માથાના દુખાવાની સમસ્યા દૂર થશે.