શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (19:47 IST)

Health Tips - હળદર અને મધને મિક્સ કરીને ખાશો તો મોટી મોટી બીમારીઓથી છુટકારો મળશે

આપણામાંથી એવા ખૂબ જ ઓછા લોકો છે જેમને એ ખબર નથી કે હળદરમાં જો શુદ્ધ મધ મિક્સ કરીને ખાવામાં આવે તો આ કમાલની અસર બતાવી શકે છે. આ મિશ્રણ કઈ કંઈ બીમારીઓથી મુક્તિ અપાવે છે આવો જાણીએ.. 
 
ભારતમાં દરેક ઘરમાં હળદર એક જરૂરી મસાલાના રૂપમાં જોવામાં આવે છે. તેને ફક્ત ખાવામાં સ્વાદ અને રંગ માટે જ પ્રયોગ કરવામાં આવતો નથી પણ શરીરની તમામ બીમારીઓને દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
પણ આપણામાંથી એવા ઘણા ખૂબ ઓછા લોકો છે જેમને એ ખબર નથી કે હળદરમાં જો શુદ્ધ મધ મિક્સ કરીને ખાવામાં આવે તો આ કમાલની અસર બતાવી શકે છે. આ મિશ્રણ કંઈ કંઈ બીમારીઓથી મુક્તિ અપાવે છે.. આવો જાણીએ તેના વિશે.. 

ઘરેલુ ઉપાયો - મધ છે અમૃત સમાન પણ આ રીતે ઉપયોગ ઝેર સમાન છે

ગોલ્ડન હની - જાણો ગોલ્ડન હની કેવી રીતે બનાવાય છે. 
 
100 ગ્રામ કચ્છી કે શુદ્ધ મધ 
1 નાની ચમચી હળદર 
 
બનાવવાની રીત - શુદ્ધ મધ સાથે 1 નાની ચમચી હળદર મિક્સ કરીને તેને એક ગ્લાસમાં નાખો. 
 
કેવી રીતે કરશો પ્રયોગ 
 
પ્રથમ દિવસ - ½ ચમચી દરેક એક કલાકમાં લો. 
બીજો દિવસ - ½ ચમચી દરેક બે કલાકમાં લો. 
ત્રીજો દિવસ - ½ ચમચી દર ત્રણ કલાકમાં લો. 
 
આ મિશ્રણને મોઢામાં ત્યા સુધી મુકો જ્યા સુધી આ મોઢામાં સંપૂર્ણ રીતે ઓગળી ન જાય. આ દવાથી શરીરની શરદી ત્રણ દિવસમાં જ ગાયબ થવા માંડે છે.  અનેક લોકોને દવા ખાધા વગર માત્ર આ મિશ્રણથી જ ખુદને ઠીક કરી લીધા. 
 
શ્વાસની બીમારીને કરો દૂર 
 
આ મિશ્રણને અડધી ચમચી એક અઠવાડિયા સુધી દિવસમાં 3 વાર લો. તમે ચાહો તો આ મિશ્રણમાં નારિયળનું દૂધ કે પછી ચા ને મિક્સ કરી શકો છો. 
 
લો બ્લડ પ્રેશરમાં રામબાણ 
 
જો તમને હીમાફીલિયા કે હાઈ બ ઈપી કે લો બીપી છે તો આ મિશ્રણને તમારે માટે રામબાણ સાબિત થઈ શકે છે. હળદર તમને બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. પ અણ તેને વધુ લેતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક જરૂર કરો. 
 
કેટલીક જરૂરી ટિપ્સ - 
 
જમતા પહેલા - જો હળદર જમતા પહેલા લો તો ગળા અને ફેફડાને ફાયદો થાય છે. 
જમતી વખતે - જમતી વખતે હળદરનું સેવન કરવાથી પેટ હંમેશા ઠીક રહે છે. 
જમ્યા પછી - કોલોન અને કિડનીઓને ફાયદો થાય છે. 
 
આટલુ જરૂર જાણો 
 
જો તમારી કોઈ ટ્રીટમેંટ ચાલી રહી હોય કે પછી કોઈ દવાઓનુ સેવન કરી રહ્યા છો તો તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમે ગૉલબ્લૈડરની બીમારીથી ગ્ર્રસ્ત છો તો હળદર ન ખાશો. તેનાથી તમને નુકશાન થઈ શકે છે.