ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

સાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ

એવી ઘણી વસ્તુઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ જે યોગ્ય નથી અને જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેમાંની એક ટોઇલેટ છે. સમયથી  શૌચાલયમાં જવું એક તંદુરસ્ત વ્યક્તિની નિશાની છે, કારણ કે તે આપણા શરીરમાં બધી જ ગંદગી બહાર કાઢે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવી છે અમે ટૉયલેટ 
 કરતી વખતે અજાણીમાં ઘણી ભૂલો કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. ચાલો આપણે જાણીએ, અજાણ્યામાં ટૉયલેટ કરતા સમયે અમારાથી થતી તે ભૂલોં વિશે છે જે આપણે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકીએ છીએ.
 
યૂરિન રોકવું 
ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ પેશાબ રોકીને રાખે છે. આ અમારા આરોગ્ય માટે ખૂબ જ ખરાબ છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી કિડની પર ખરાબ અસર પડે છે. તમારી આ ટેવના લીધે હોઈ શકે તમને તમારી કિડનીથી  હાથ ધોવા પડે.
 
ઓછું પાણી પીવું
દરેક વ્યક્તિને ઓછામાં ઓછા દરરોજ 8 ગિલાસ પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી, ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નિકળી ના શકે. જેના કારણે શરીરમાં ઘણા રોગો વધવા લાગે છે. તમે જોયું હશે કે પેશાબનો રંગ પીળો અથવા ઘટ્ટ થઈ જાય છે. તે ઓછી પાણી પીવાની નિશાની છે. તમારી સાથે જો આ  થઈ રહ્યું 
છે, તો પછી એક વાર તમે ડૉક્ટરની સલાહ મેળવો.
ગંદા ટોયલેટનો ઉપયોગ કરવો
મુસાફરી દરમિયાન ઘણી વખત લોકો જાહેર શૌચાલયમાં ફ્રેશ થવા જાય છે. ગંદા શૌચાલયનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. ગંદા શૌચાલયમાં જવાથી યૂરિન ઈંફેક્શન થવાનું જોખમ રહે છે. જો તમારે કોઈ કારણોસર જાહેર શૌચાલયમાં જવું પડશે, તો સૌ પ્રથમ, તેમની બેઠક પર પ્રથમ પાણી રેડવું ભૂલશો નહીં. આમ તો આ દિવસો બજારમાં ઘણા એવા પ્રોડ્કટસ આવી ગયા છે કે, જેની મદદથી તમે જાહેર શૌચાલયમાં જઈ શકો છો, તમે સૌ પ્રથમ તમારી બેઠકને સાફ કરી શકો છો.
પેશાબની ગંધ
યૂરિનમાં ગંધ આવવાના બહુ ઘણા કારણ હોઈ શકે છે. જેમકે , દારૂના સેવન યૂરિન ઈંફેક્શન અને ડિહાઈડ્રેશન જેવા પેશાબમાં ખરાબ સુગંધ માટેના ઘણા કારણો હોઇ શકે છે. પ્રાઈવેટ પાર્ટની યોગ્ય રીતે સાફ ન કરવા પણ પણ પેશાબમાં ગંધ આવે છે. તમે તમારી જાતને રોગોથી દૂર રાખવા માંગતા હો, તો ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન રાખો.