બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

કેટલું જરૂરી છે વિટામીન્સ

વિટામીન 'એ'

આપણા શરીર માટે સૌથી વધારે જરૂરી છે વિટામીન. વાળ, ત્વચા, દાંત અને આંખ વગેરે વિટામીનના અભાવને લીધે પોતાનું સૌંદર્ય ગુમાવી દે છે. ચમકીલો ચહેરો પણ પોતાની આભા ગુમાવી દે છે. સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે વિટામીન કોઈ પણ કિંમતે જરૂરી છે. યોગ્ય ટાઈમે તમે ભોજન લેતાં હોય છતાં પણ ચહેરા પર સૌંદર્ય ન હોય, મનમાં ઉમંગ ન હોય, જોશ ન હોય અને નબળાઈ હોય તો તેનું કારણ વિટામીનનો અભાવ હોઈ શકે છે. 

- પોતાના ભોજનની અંદર વિટામીન 'એ'નો સમાવેશ કરો. વિટામીન 'એ' દૂધ, ગાજર, ઘી, માખણ, લીલા પાંદડાવાળી શાકભાજી અને શાકભાજીઆંથી મળી રહે છે. આનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે, આંખોનું સ્વાસ્થ્ય પણ વધે છે, નજર તીક્ષ્ણ થાય છે અને કોશિકાઓનું પુનર્નિમાણ થાય છે. હાડકા અને દાંત પણ મજબુત થાય છે.