શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 18 માર્ચ 2015 (16:36 IST)

પાણી ઓછુ પીવાથી થઈ શકે છે કિડની સ્ટોન (પથરી)

પથરીનુ શરીરમાં વારેઘડીએ બનવુ આરોગ્ય માટે સારુ નથી. પથરી બનવાની પ્રક્રિયા ખૂબ ધીરી હોય છે અને જ્યારે આકાર વધી જાય છે તો પીઠમાં બંને બાજુ દુખાવો શરૂ થઈને આગળની તરફ આવે છે. તીવ્ર દુ:ખાવા સાથે ઉલટી, પેશાબમાં બળતરા અને પેશાબ રોકાઈને આવવી એ પણ તેનુ લક્ષણ હોઈ શકે છે. 
 
મુખ્ય કારણ - કિડનીની પથરીનુ મુખ્ય કારણ છે પાણી ઓછુ પીવુ. આ ત્યારે થાય છે જ્યારે શરીરમાં પાણી, મીઠુ અને મિનરલ્સનું સંતુલન બગડી જાય છે. જે લોકોને ગઠિયા મતલબ ગાઉટ હોય છે તેમની અંદર પથરી વધુ બને છે. બીજયુક્ત શાકભાજીઓ જેવી કે  રીંગણ, ટામેટા, ભીંડા, મસાલાવાળા ભોજન, જંકફુડ અને ચા વધુ પીવાથી પણ પથરી થઈ શકે છે. વારેઘડીએ તાવ કે ટાયફોઈડથી કિડની કમજોર થવાથી પથરીની આશંકા રહે છે. 
 
આ છે પ્રકાર 
 
કેલ્શિયમ સ્ટોન - પાણી ઓછુ પીવાથી અને કેલ્શિયમ ડાયેલ વધુ લેવાથી 20-30 વર્ષની વયમાં આ વધુ બને છે. 
સિસ્ટીન સ્ટોન - જે સિસ્ટીનૂરિયા (જ્યારે પથરી અમીનો એસિડ સિસ્ટાઈનથી બને) થી પ્રભાવિત થાય છે તેને આ પથરી હોય છે. 
સ્ટ્રૂવાઈટ સ્ટોન - આ એ મહિલાઓને થાય છે જેમને વારે ઘડીએ યૂરિન ઈંફેક્શનની ફરિયાદ રહે છે. 
યૂરિક એસિડ સ્ટોન - ગઠિયા રોગથી ગ્રસિત પુરૂષોને આ પથરી થાય છે. 
 
ઉપચાર - પથરીનો એલિયોપેથિક ઉપચાર સર્જરી છે. હોમિયોપેથિક ચિકિત્સામાં 30 એમ-એમ સુધીની પથરીને ઓપરેશન વગર કાઢી શકાય છે. 10 એમ-એમની પથરી 3-4 અઠવાડિયામાં બહાર નીકળી શકે છે. બીજી બાજુ 10 એમ-એમથી મોટી પથરીમાં 2-3 મહિના લાગી જાય છે. 
 
આ રીતે કરો બચાવ 
 
- પેન કિલર દવાઓ ડોક્ટરની સલાહ વગર ન લેશો કારણ કે આની સીધી અસર કિડની અને લિવર પર પડે છે અને પથરીનો થવાનુ સંકટ રહે છે. 
 
- તાવ  કે ટાયફોઈડ થતા ડોક્ટરની સલાહથી જ દવાઓ લો. વધુ તળેલુ, સેકેલુ ભોજન, ઘી, પિજ્જા, બર્ગર વગેરે ન ખાવ. રોજ 10 -12 ગ્લાસ પાણી પીવો. નિયમિત વ્યાયામ અને યોગાસન કરો. લીંબુ અને મોસંબી ખાવ. આ પથરીને ઓગાળીને બહાર કાઢવામાં સક્ષમ છે.