શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 3 મે 2017 (13:19 IST)

Health tips - જાણો વ્હાઈટ અને બ્રાઉન બ્રેડ વચ્ચેનો ફરક

હેલ્થ કૉન્શસ લોકો મોટાભાગે બ્રાઉન બ્રેડ જ ખાય છે. પણ શુ તમે જાણો છો કે આવુ કેમ ? વેબદુનિયા આજે તમને બતાવી રહ્યુ છે કે તમારે કંઈ બ્રેડ ખાવી જોઈએ. 
 
ન્યૂટ્રીએંટ્સ - વ્હાઈટ બ્રેડની તુલનામાં બ્રાઉન બ્રેડ વધુ ન્યૂટ્રીશિયસ અને હેલ્ધી હોય છે. બ્રાઉન બ્રેડમાં અનેક પ્રકારના વિટામિન જોવા મળે છે.  તેને નાસ્તામાં ખાવી આરોગ્ય માટે ખૂબ સારી છે. 
 
કેલોરી - વ્હાઈટ બ્રેડમાં ખાંડ હોવાને કારણે તેમા કેલોરી પણ હાઈ હોય છે. જો તમે વાઈટ બ્રેડને ખાવી પસંદ કરો છો તો ધ્યાન રાખો  કે દિવસમાં બે સ્લાઈસથી વધુ બિલકુલ ન ખાશો. 
 
ગ્લાઈસેમિક ઈંડેક્સ - જે વસ્તુઓમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછુ હોય છે તે વસ્તુ ખાવામાં હેલ્ધી હોય છે. બ્રાઉન બ્રેડમાં ગ્લાઈસેમિક ઓછુ જોવા મળે છે અને આ આપણા હેલ્થ માટે ખૂબ લાભકારી છે. બ્રાઉન બ્રેડ ખાવાથી બોડીમાં શુગર, જાડાપણું જેવી અનેક વસ્તુઓ નિયંત્રણમાં રહે છે. 
 
ફાઈબર - બ્રાઉન બ્રેડમાં ફાઈબર વધુ હોય છે. વ્હાઈટ બ્રેડમાં ફાઈબર તો ઓછુ હોય છે પણ તેને ખાવાથી બ્રાઉન બ્રેડ કરતા બોડીને વધુ કેલ્શિયમ મળે છે.