મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 1 ઑગસ્ટ 2015 (15:29 IST)

આગ્રાના મશહૂર પેઠા જેનાથી બને છે એ છે બ્રેન ફૂડ... સ્વાસ્થ્યનો રાજા સફેદ કોળું

સફેદ કોળાને પેઠાના રૂપમાં સમગ્ર ભારતમા જુદી જુદી રીતે ખાવામાં આવે છે. દક્ષિણમાં જ્યા તેનુ શાક બનાવાય છે તો બીજી બાજુ ઉત્તર ભારતમાં તેમાંથી બનાવેલ પેઠા ખાવામાં આવે છે. જાણો આ સફેદ કોળાના ફાયદા વિશે.. 
 
તનાવ ઘટશે - તેને બ્રેડ ફૂડ કહે છે કે કારણ કે આ તણાવ ઘટીને મિર્ગી(ખેંચ)  ઉતેજના અને ભ્રમ વગેરેને નિયંત્રિત કરે છે. 
 
પેટ રહેશે ફિટ - આ પેટના એસિડને ઓછુ કરી અલ્સર અને બળતરામાં આરામ પહોંચાડે છે. સફેદ કોળાનો એક ગ્લાસ તાજો રસ 
પીવાથી કિડની પથરીમાં આરામ મળે છે. તેમા રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેના પાનને વાગેલા પર કે ઘા પર લગાડવાથી જલ્દી રાહત મળે છે. 
 
જાડાપણું નહી સતાવે - સફેદ કોળામાં 96 ટકા પાણી હોય છે. આ વધુ કેલોરી યુક્ત ખાદ્ય પદાર્થોનો સારો વિકલ્પ છે. જે વજન 
નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. પાતળા લોકો પણ આનાથી સ્વાસ્થ્ય લાભ લઈ શકે છે. 
 
ફાયદા જ ફાયદા - વનૌષધિ વિશેષજ્ઞ શંભુ શર્મા મુજબ આયુર્વેદમાં સફેદ કોળાનો પ્રયોગ ચટણીના અને પાકના રૂપમાં કરવામાં આવે છે. જો છ મહિના સુધી તેને કાપવામાં ન આવે તો પણ તે ખરાબ થતો નથી. આગરાના જાણીતા પેઠા પણ આ જ કોળાથી 
બનાવવામાં આવે છે.  
 
ઉપલબ્ધતા - સફેદ કોળાનો પાક 24-31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે ઉગાડવામાં આવે છે. જેનો પ્રયોગ શરદીના દિવસોમાં કરવામાં આવે છે. આની ખેતી તમિલનાડુ, કેરલ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ભરતપુર અને અલવર જીલ્લામાં કરવામાં આવે છે