શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 15 માર્ચ 2017 (17:51 IST)

શરીર માટે શુ છે યોગ્ય - વ્હાઈટ રાઈસ કે બ્રાઉન રાઈસ ?

જો તમે આરોગ્યપ્રદ રહેવા માંગો છો તો તમારે હેલ્દી અને બેલેસ્ડ ડાયેટ લેવુ જોઈએ.  કોઈપણ વસ્તુ જરૂર કરતા વધુ ખાવાથી તે નુકશાન પહોંચાડે છે. જો કે ચોખાને તમે સહેલાઈથી પચાવી લો છો છતા પણ તમારે તેની માત્રા પર ધ્યાન આપવુ જોઈએ. જો તમે દિવસમાં બે વાર ભાત ખાવ છો તો તેનો મતલબ એ છે કે તમને બધા જરૂરી પોષક તત્વ નથી મળી શકતા.  સાથે જ એ પણ ધ્યાન રાખવાની બાબત છે કે તમે કયા રાઈસ ખાઈ રહ્યા છો ? સાધારણ સફેદ ચોખા કે બ્રાઉન રાઈસ ? 
 
બ્રાઉન રાઈસ આરોગ્ય માટે વધુ સારા હોય છે. આ પ્રકારના ચોખામાંથી ફક્ત ભુસુ અલગ કરવામાં આવે છે.  ચોખાના છાલટા તેની સાથે રહે છે.  બીજી બાજુ વ્હાઈટ રાઈસમાંથી છાલટા હટાવવામાં આવે છે.  વ્હાઈટ રાઈસની તુલનામાં બ્રાઉન રાઈસમાં વધુ મેગ્નેશિયમ, સેલેનિયમ અને જરૂરી ફૈટી એસિડ હોય છે. 
 
વ્હાઈટ રાઈસ તમારા હાઈ ગ્લાઈસેમિક ઈંડેક્સને કારણે બ્લડ શુગર લેવલ વધારે છે. જો તમે લંચમાં રાઈસ ખાવ છો તો સારુ છે. જો કોઈ વ્હાઈટ રાઈસ ખાવા માંગો છો તો સારુ છે કે તે દિવસમાં ખાવ. જ્યારે શરીર ગતિવિધિઓ કરી રહ્યુ હોય.  તેનાથી એક વાત ચોક્કસ રહેશે કે આપણુ શરીર તેની કેલોરી બર્ન કરી લેશે અને ફૈટ નહી બનવા દે.