મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 15 મે 2017 (12:28 IST)

Health Tips - પેશાબમાંથી આવે દુર્ગંધ તો આ કારણ હોઈ શકે છે

પરસેવો અને પેશાબ દ્વારા શરીરના ઝેરીલા પદાર્થ બહાર નીકલી જાય છે. તેથી મૂત્રમાં હળવી દુર્ગંધ આવે છે. પણ જે લોકોના યૂરિનમાંથી વિચિત્ર અને ગંદી સ્મેલ આવે તો તેને તેમણે ચેતી જવુ જોઈએ. કારણ કે કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોય છે.  આવામાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.  આવો જાણીએ કયા કારણોસર પેશામાંથી દુર્ગંધ આવે છે. 
 
1. મસાલેદર ખાવુ - મસાલેદાર ખાવુ કે ડુંગળી-લસણનુ વધુ સેવન યૂરિનમાંથી દુર્ગધનુ કારણ હોય છે. આ ઉપરાંત જે લોકો દારૂ પીવે છે તેમને પણ આ સમસ્યા રહી શકે છે. 
 
2 ડિહાઈડ્રેશન - વ્યક્તિનું શરીર 70 ટકા પાણીથી બનેલુ છે. તેથી જ્યારે શરીરમાં તેની કમી થઈ જાય તો ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ જાય છે.  આ ઉપરાંત પેશાબમાંથી દુર્ગંધ આવતા પણ સમજી લેવુ જોઈએ કે શરીરમાં પાણીની કમી છે. આવામાં દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવુ જોઈએ. 
 
3. આ સમસ્યા મોટાભાગે મહિલાઓમાં જોવા મળે છે. જેને કારણે પણ યૂરિનમાંથી દુર્ગધ આવવા માંડે છે. યૂટીઆઈ એક પ્રકારનું ઈફ્કેશન હોય છે જે બ્લેંડરમાં થઈ જાય છે. આ કારણે મૂત્ર આવતા બળતરા અને દુર્ગધ પણ આવે છે. 
 
4. ડાયાબિટીસ - યૂરિનમાંથી વધુ દુર્ગધ આવતા ડાયાબિટીસની સમસ્યા પણ થઈ શકે છે. કિડનીમાંથી જ્યારે વધુ પ્રમાણમાં શુગરનો  સ્ત્રાવ થવા માંડે છે તો પેશાબમાંથી દુર્ગંધ આવવા માંડે છે. 
 
5. સાફ-સફાઈ - પ્રાઈવેટ પાર્ટૅની સારી રીતે સફાઈ ન કરવાને કારણે પણ આ સમસ્યા થઈ જાય છે. આવામાં ઈંફેક્શન થઈ જાય છે. જે ધેરે ધીરે વધીને ઓવેરિયન કેંસરનું કારણ બને છે. 
 
6. ગર્ભવતી થતા - અનેકવાર શરૂઆતના દિવસોમાં મહિલાઓને પોતાના ગર્ભવતી હોવા અંગે જાણ થતી નથી. આવામાં જ્યારે પેશાબમાંથી વિચિત્ર પ્રકારની દુર્ગધ આવવા માંડે તો જલ્દી પ્રેગ્નેસી તપાસ કરી લો.