ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હેલ્થ કેર : ડાયાબીટિઝથી બચાવે છે સ્ટ્રોબેરી

જો તમે સ્ટ્રોબેરી નથી ખાતા તો હવે ખાવાની શરૂ કરી દો. વાસ્તવમાં તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે સ્ટ્રોબરી આપણી અંદર હૃદયરોગ અને ડાયાબીટિઝનો વિકાસ થવા નથી દેતી. યુનિવર્સિટી ઓફ વારવિકના વૈજ્ઞાનિકોએ હૃદય સ્વાસ્થ્ય પર સ્ટ્રોબેરીના લાભકારી પ્રભાવોનો અભ્યાસ કર્યો. વૈજ્ઞાનિકોએ એ વાત પર વિશેષ ધ્યાન આપ્યું કે આ ફળ આપણી અંદર હૃદય રોગો અને ડાયાબીટિઝના વિકાસને કઇ રીતે રોકે છે.

યુનિવર્સિટીના મેડિકલ સ્કૂલના પ્રોફેસર પૉલ થોરનએલ્લીએ સંશોધનદળનું નેતૃત્વ કર્યું. આ દળે માલુમ કર્યું કે સ્ટ્રોબેરીના તત્વ આપણા શરીરમાં 'એનઆરએફ 2' નામના એક પ્રોટીનને સકારાત્મક રૂપે સક્રિય કરી દે છે. આ પ્રોટીન આપણા શરીરમાં એન્ટીઓક્સિડેન્ટ્સ અને અન્ય સુરક્ષા ગતિવિધિઓને વધારી દે છે.

યુનિવર્સિટીના નિવેદન અનુસાર આ પ્રોટીન બ્લડ લિપિડ અને કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે, આ બંને હૃદય સંબંધી રોગોના મુખ્ય કારણ છે. એવું પહેલીવાર છે જ્યારે એ વાત માલુમ પડી છે કે સ્ટ્રોબેરીના તત્વ સક્રિય રૂપે પ્રોટીનનો પ્રોત્સાહન આપે છે જે રોગોથી બચવામાં મદદ કરે છે.

થોરનએલ્લી પોતાની આ શોધને લંડન સ્થિત ઇમ્પીરિયલ કોલેજમાં સોસાયટી ફોર ફ્રી રેડિકલ રિસર્ચ ઇન્ટરનેશનલ(એસએફઆરઆરઆઈ)ની દ્વિવાર્ષિક બેઠકમાં પ્રસ્તુત કરશે.