ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 2 જાન્યુઆરી 2015 (15:46 IST)

હેલ્થ કેર - વજન ઘટતું જ નથી ??

દરરોજ તમે જીમમાં કલાકો એક્સરસાઈઝ કરો છો. હેલ્ધી ફુડ ખાવ છો અને ગળ્યા પદાર્થોને ના કહી ચુક્યા છો. તેમ છતા પણ વેટ ઓછુ નથી થઈ રહ્યુ તો જરા તમારી તકનીક અને વિશેષજ્ઞોએ આપેલ સલાહ પર એકવાર ફરી વિચાર કરી લો. વજન ઓછુ કરવાની પ્રક્રિયાને ડેલી રૂટીનમાં સામેલ કરવા અને યોગ્ય ટેકનીકનો ઉપયોગ ન કરવાથી તમારી બધી મહેનત બેકાર થઈ જાય છે. આવો જાણીએ વજન ઓછુ ન થવાના કારણો વિશે. 
 
તણાવ ભારે પડે છે - કોઈપણ પ્રકારના સ્ટ્રેસ પછી ભલે તે શારીરિક હોય કે માનસિક તમારા વેટ લોસ પોગ્રામમાં સૌથી મોટો અવરોધ ઉભો કરી શકે છે.  તણાવથી આપણા શરીરમાં એક પ્રકારના હાર્મોન કોર્ટિસોલ સ્ત્રાવિત થાય છે જે ઈંસુલિન રજિસ્ટેસને ઓછુ કરે છે અને બોડીમાં ફેટ વધાર એછે. તેનાથી બચવા માટે જરૂરી છેકે તમે તમારી વાતોને શેર કરો. પુસ્તકો વાંચો અને સમય મળે તો ફરવા જાવ. 
 
મજબૂત ઈરાદા પણ જરૂરી - જો તમે મોટિવેટ નહી રહો તો વેટ લોસ પોગ્રામ ક્યારેય સફળ નહી થઈ શકે. કારણ કે જીમમાં ફક્ત પાંચ મિનિટ જ એક્સરસાઈઝ કરવુ પુરતુ નથી. ફિટનેસ પોગ્રામથી તમરા દિલ અને દિમાગ સાથે જોડાવવુ પડશે. 
 
ડાયેટમાં આ તો નથી 
 
તમે તમારી તળેલી અને મસાલેદાર વસ્તુઓથી પરેજ કરો છો પણ ડાયેટિંગના નામ પર બ્રેકફાસ્ટ કે લંચ જ સ્કિપ કરી જાવ છો. આવુ કરવાથી જ્યારે તમને ભૂખ લાગે છે તો તમે એક સમયમાં તમારી જરૂર કરતા વધુ ખાઈ લો છો. પરિણામ સ્વરૂપ તમારુ વજન વધે છે. જરૂરી છે કે તમે આખા દિવસના ભોજનને થોડા થોડા અંતરે પાંચથી છ વાર ખાવ. તેનાથી એક્સરસાઈઝ દરમિયાન તમને જરૂરી એનર્જી પણ મળશે અને વધુ થાક પણ નહી લાગે. 
 
કાર્ડિયો એક્સરસાઈઝ 
 
વજન ઓછુ કરવા માટે કાર્ડિયો એક્સરસાઈઝ કરવાની સૌથી વધુ સલાહ આપવામાં આવે ક હ્હે. પણ વિશેષજ્ઞોનુ માનવુ ચે કે રોજ ફક્ત કાર્ડિયો સેશન પર જ અટકવુ પુરતુ નથી.  દરરોજ તેની ગતિ વધારવી જોઈએ. તમારા વર્કઆઉટની ઈંટેસિટી પોતાના મૈક્સિમમ હાર્ટ રેટથી 65-85 ટકા વધારવી જોઈએ. 
 
લિક્વિડ એનર્જીથી બચો 
 
ચા કોફી કે મીઠા જ્યુસ જેવી કોઈપણ વસ્તુની લિકવિડ કૈલોરી તમારુ વેટ ઓછુ કરવાને બદલે તેને વધારવામાં મદદ કરશે. આવામા આ પેય પદાર્થોને ઓછી માત્રામાં લો કે તેને બદલે ઓછી મલાઈવાળુ દૂધ કે વેજિટેબલ જ્યુસનો પ્રયોગ કરો જેથી પૂરતા પ્રમાણમાં ઉર્જાની સાથે સાથે તમારુ વજન પણ ઘટે