શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 28 માર્ચ 2016 (10:18 IST)

અજમાથી 15 દિવસમાં છૂટી શકે છે શરાબની ટેવ , જાણો અન્ય ફાયદા

મસાલા અને ઔષાધિના રૂપમાં અજમાના પ્રયોગ પ્રાચીન સમયથી જ થઈ રહ્યા છે. આ ભોજનને પચાવીને ભૂખ વધારે છે જાણો એના ફાયદા વિશે..
પેટના કૃમિ 
 
અજમાના ચૂર્ણ અડધા ગ્રામ , સંચણ અડધા ગ્રામ મિક્સ કરી રાત્રે સૂતા સમયે ગરમ પાણીમાં બાળકોને આપો. પેટના કૃમિ દૂર થશે અને ભૂખ વધશે.  
છાતીમાં બળતરા 
પેટદુખાવામાં અજમા , નાની હરડ , સિંધાલૂણ અને સોઠને મિક્સ કરી ચૂર્ણ બનાવી લો. 2-3 ગ્રામની માત્રામાં છાછ કે ગરમ પાણીના સાથે લો. ગૈસ બને તો ભોજ્ન પછી 125 ગ્રામ દહીંમાં 3 ગ્રામ અજમા , 2 ગ્રામ સોંઠ અને અડધા સંચન મિક્સ કરી સેવન કરો. 
માસિક ધર્મ
માસિક ધર્મની રૂકાવટ જો ઉમ્ર પહેલા થઈ ગઈ હોય તો અજમા 10 ગ્રામ અને 50 ગ્રામ જૂનો ગોળને 200 મિલી , પાણીમાં ઉકાળી સવારે-સાંજે લેવાથી લાભ થાય છે. 3-4 ગ્રામ અજમા ચૂર્ણ ગાયના દૂધથી લો. 
ખાંસી થતા 
1. અજમા 1 ગ્રામ , મુલેઠી 2 ગ્રામ અને કાળી મરી 2 ગ્રામના કાઢા બનાવી રાત્રે સૂતા પહેલા લો. 
2. લાંબી ખાંસી જેમાં કફ આવતા હોય , એમાં અજમાના રસ 20 મિલી દિવસમાં ત્રણ વાર આપો. 
3. વાર -વાર ખાંસી હોય તો અજમા સત્વ 125 ગ્રામ , ઘી બે ગ્રામ , મધ ચાર ગ્રામની માત્રામાં મિક્સ કરી ચાટવાથી કફ અને ખાંસીમાં આરામ થશે. 
અર્શ(મસ્સો) 
બપોરના ભોજન પછી એક ગ્લાસ છાછમાં 2 ગ્રામ વાટેલી અજમા , 2 ગ્રામ નિંબોળીની ગિરી અને અડધા સિંધાલૂણ મિક્સ કરી પીવો. 
શરાબની ટેવ  છુડાવવા 
1. શરાબ પીવાની ટેવ હોય તો 10 ગ્રામ અજમા 2 -3 વાર ચાવવી. 
 
2. 750 ગ્રામ અજમા 4-5 લીટર પાણીમાં ધીમા તાપે રાંધો. અડધા પાણીએ રહેતા ગાળી લો ઠંડા કરીને બોતલમાં ભરી ફ્રિજમાં રાખી દો. સવારે સાંજે 
 
ભોજન પહેલા 150 કાઢા શરાબ પીવાવાળાને પીવડાવો . 10-15 દિવસમાં લાભ મળશે. 
 
ધ્યાન રાખો  અજમાને વધારે માત્રામાં ના લો નહી તો માથાના દુખાવો કે ઘબરાહટ થઈ શકે  છે.