શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 19 મે 2016 (00:30 IST)

આ રીતે વધતા વજનને કંટ્રોલ કરો ...

કેટલાક લોકો સતત જિમ કે વોક કરીને વજન પર કંટ્રોલ રાખે છે તો કેટલાક ડાયેટ પ્લાન ફોલો કરે છે. જો તમને જિમ કે વોક કરવાના સમય નથી તો પ્રાકૃતિક અને ઘરેલૂ ઉપાયને અજમાવીને વજનને કંટ્રોલ કરો. 
 
* ગરમ પાણી ચરબીને ઓગાળે છે અને મૂત્ર દ્વારા બહાર કાઢે છે. ભોજન કર્યા પછી એક ગ્લાસ હૂંફાળુ પાણી જરૂર પીવો. આનાથી વજન ઝડપથી ઓછું થાય છે. 
ધ્યાન રાખો આ ભોજન કર્યાના એક-અડધા કલાક પછી કરવાનું છે. તમે ઈચ્છો તો ઉનાળામાં એક ગ્લાસ ગરમ પાણી , લીંબૂના રસ અને મધ મિક્સ કરી પી શકો છો. આથી વજન ઝડપથી ઓછું થાય છે. અને કબજીયાતની પરેશાની પણ રહેતી નથી.
 
* દહીંના સેવનથી શરીરની ફાલતૂ ચરબી ઓછી થાય છે . ઉનાળામાં નમકીન લસ્સીનું સેવન 2-3 વાર જરૂર કરો. 
 
* એક રિસર્ચનું  માનીએ તો વજન ઓછું કરવાની સૌથી સરળ રીત મરચું ખાવું છે. લીલી કે કાળી મરીમાં રહેલા કેપ્સાઈસિનથી ભૂખ ઓછી લાગે છે કારણકે મરચુંખાવાથી બળતરા થાય છે કે વજન કંટ્રોલમાં રહે છે. 

* નાની પીપરને વાટીને ચૂરણ બનાવી લો અને કપડામાં સારી રીતે ગાળી લો. આ ચૂરણ 3 ગ્રામ દરરોજ સવારના સમયે લેવાથી બહાર નિકળેલું પેટ અંદર થઈ જાય છે. 
* સૂકા આમળા અને હળદરને વાટીને ચૂરણ બનાવી લો. આ ચૂરણને છાશ સાથે લો. કમર એકદમ પાતળી થઈ જશે. 
 
* પપૈયાનું સેવન કરો. પપૈયુ શરીરમાં ચરબી નહી જામવા દે અને પેટ સંબંધી બધી પરેશાનીઓનો ઉકેલ કરે છે. 
 
* ગ્રીન ટીમાં એંટીઓક્સીડેંટ હોય છે. જે જાડાપણાની સાથે-સાથે ચેહરના કરચલીઓને પણ દૂર કરે છે. એમાં મેટાબોલિજ્મ યોગ્ય માત્રામાં રહે છે. જો તમે  ખાંડ વગરની ગ્રીન ટી પીશો તો વધારે લાભ થશે. 

* એપ્પલ સાઈડર વિનેગરને પાણી કે જ્યૂસ સાથે મિક્સ કરી પીવાથી જાડાપણું ઓછું થાય છે. આ પાચન તંત્રને સ્વસ્થ અને કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. 
* કોબીજનો રસ પીવો કારણ કે એમાં ચરબી ઘટાડવાના ગુણ હોય છે. મેટાબ્લિજમ યોગ્ય  રહે છે. આ રીતે સવારે ઉઠતા જ 250 ગ્રામ ટામેટાના રસ 2-3 વાર પીવાથી વસા ઓછું થાય છે. 
 
* એક ચમચી ફુદીનાના રસમાં 2 ચમચી મધ મિક્સ કરી લેવાથી જાડાપણું ઝડપથી ઓછું થાય છે. 

* ફળ અને શાકભાજીમાં કેલોરી ઓછી હોય છે આથી એનું વધુ સેવન કરો પણ કેળા અને ચીકૂનુ
સેવન ન કરો. આથી જાડાપણું વધે છે. 

* ટામેટા ,ડુંગળી , મૂળા , અને ખીરાના સલાદ કાળી મરી અને મીઠું ભભરાવીને ખાવ. 
 
* વધારે થી વધારે પાણી પીવો. ભોજન કરતા સમયે વચ્ચે વચ્ચે પાણી ન પીવો. પણ એક કલાક પછી પાણીનું સેવન કરો. આથી પેટ અને કમરનું જાડાપણું ઓછું થાય છે. જેટલી ભૂખ હોય એનાથી ઓછું જ ખાવું જોઈએ.