ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આંખોનુ તેજ વધારવાના નુસખા

N.D
પ્રયોગ 1 - મોટી હરડ 10 ગ્રામ, બહેડા 20 ગ્રામ, આમળા 30 ગ્રામ, મુલેઠી 3 ગ્રામ, બેંસલોચન 3 ગ્રામ, પીપર 3 ગ્રામ. આનુ જુદુ જુદૂ ચૂરણ લઈને તેમા લગભગ 150 ગ્રામ મિશ્રી મેક્સ કરી લો. પછી આ મિશ્રણમાં 10 ગ્રામ દેશી ઘી પણ મિક્સ કરો.

ત્યારબાદ તેમા જરૂરમુજબ એટલુ મધ નાખો કે ચાટવા લાયક અવલેહ(ચટણી જેવુ) બની જાય. આ અવલેહને કોઈ કાંચના બરણીમાં ભરીને સાચવી મૂકો. આ મિશ્રણને રોજ સૂતી વખતે છ ગ્રામની માત્રામાં ચાટવાથી આંખોનુ તેજ વધે છે.