ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આઉટડોર કસરત કરવાવાળા વધારે સંતુષ્ટ અને ખુશ રહે છે

તાજેતરમાં કરવામાં આવેલા રસપ્રદ અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ઇન્‍ડોર કરતા આઉટડોર કસરત વધારે ફાયદાકારક રહે છે. આનાથી અનેક તકલીફ વધારે ઝડપથી દુર થાય છે.   સ્‍વસ્‍થ અને ફિટ રહેવા માટે આઉટડોર કસરતની મહત્‍વપૂર્ણ ભૂમિકા છે. આઉટડોર કસરત માનસિક અને શારરિક સ્‍વસ્‍થતા વધારે છે. સંશોધકોએ વ્‍યાપક અભ્‍યાસ બાદ નવા તારણો આપ્‍યા છે. આઉટડોર અને ઇન્‍ડોર કરસતની અસર અંગે કરવામાં આવેલા એક અભ્‍યાસમાં કેટલીક રસપ્રદ બાબતો જાણવા મળી હતી. ૯૦૦ પુખ્‍તવયના લોકોને આવરી લઇને આ અભ્‍યાસ કરવામાં આવ્‍યા બાદ સંશોધકો નવા તારણો પર પહોંચ્‍યા હતા.

આ અભ્‍યાસમાં ભાગ લેનાર લોકો પૈકી જે લોકો આઉટડોર એક્‍ટિવિટિ સાથે સંકળાયેલા હતા તે લોકો વધારે સંતુષ્ટ અને ખુશ નજરે પડયા હતા. આઉટડોર કસરત વધારે લાભ આપે છે. આઉટડોર એક્‍ટિવિટિ વધારે સારી ભાવના અને સતોષ સાથે જોડાયેલી છે. આનાથી શરીરમાં એનર્જી વધે છે. ટેન્‍શન દુર થાય છે. નારાજગી,  ડિપ્રેશન અને ગૂંચવણને દૂર કરવામાં આઉટ ડોર એક્‍ટિવિટીની મહત્‍વપૂર્ણ ભૂમિકા રહે છે. આ અભ્‍યાસમાં મુખ્‍ય ભૂમિકા અદા કરનાર માઈકલ ડેપલેગે કહ્યું હતું કે આશરે ૭૫ ટકા યુરોપીયન વસ્‍તી શહેરી વિસ્‍તારમાં અને પર્યાવરણમાં રહે છે જેથી કુદરત સાથે સંપર્કમાં રહેવાની બાબત વધારે ઉપયોગી બને છે. તેમનું કહેવું છે કે આઉટ ડોર કસરતની પ્રવળત્તિ તાજેતરના સમયમાં યુવા પેઢીમાં વધી છે. વહેલી સવારે મોટી સંખ્‍યામાં લોકો બાગબગીચામાં કસરત કરવા પહોંચી જાય છે. કેટલાક લોકો બહાર જવાના બદલે ઇન્‍ડોરમાં રહીને કસરત કરે છેતેવુ પણ જાણવા મળ્‍યું છે.