ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2015 (12:16 IST)

આજકાલની છોકરીઓ છોકરાઓ કરતા જલ્દી મોટી થઇ જાય છે

આપણે ત્‍યાં માન્‍યતા છે કે છોકરીઓ છોકરાઓની સરખામણીએ જલદી મેચ્‍યોર થઇ જાય છે. આ ફકત માન્‍યતા નથી, પણ વૈજ્ઞાનિક રીતે સાચું પણ છે. રિસર્ચરોનું કહેવું છે કે છોકરીઓને બ્રેઇન છોકરાઓ કરતાં બેથી ત્રણ વર્ષ વહેલું ઇન્‍ટિગ્રેટ થઇને શેપમાં આવી છે. બાળક જન્‍મે ત્‍યારે એનું પુરેપૂરૂ મગજ વિકસી ગયેલું નથી હોતું અઢાર વર્ષની ઉમર સુધીમાં મેકિસમમ મગજનું ડેવલપમેન્‍ટ થાય છે. આ ડેવલપમેન્‍ટની પ્રક્રિયા બોય્‍ઝ કરતા ગર્લ્‍સમાં બે-ત્રણ વર્ષ ઝડપી હોય છે. બ્રિટનની પિટસબર્ગ યુનિવર્સિટીના રિસર્ચરોએ બાલ્‍યાવસ્‍થાથી લઇને કિશોરાવ્‍યવસ્‍થા અને પુખ્‍તાવસ્‍થા દરમ્‍યાન નિયમિત સમયાંતરે મગજનું સ્‍ક્રેનિંગ કર્યુ હતું. આ સ્‍ટડીમાં મગજમાં રહેલી વાઇટ મેટરનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. બ્રેઇનના કોષોનું એકબીજા સાથેનું કમ્‍યુનિકેશન અને સિગ્નલ્‍સની આપલે કરવાની ગતિવિધિ તપાસીને રિસર્ચરોએ નોધ્‍યું હતું કે છોકરાઓ કરતા છોકરીઓનું મગજ વહેલું કોમ્‍પ્‍લેકસ એકિટવિટી કરતું થઇ જાય છે.